• Gallery
  • Members
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • દમણની એનાર્કોનના 500 કામદારોને છૂટા કરાયા
    25 વર્ષથી કામ કરતા કામદારોને છૂટા કરાતા એસોસીએશન દ્વારા ધરણા પ્રદર્શન
    દમણની એનાર્કોનના 500 કામદારોને છૂટા કરાયા VPEditor VPEditor on Monday, September 25, 2017 reviews [0]
    નાની દમણના ભીમપોરમાં આવેલી વિન્ડ વર્લ્ડ કંપનીના સંચાલકે 500 કામદારોને છુટા કરી દેતા કામદારોમાં આક્રોશે જોવા મળ્યો હતો.
    નાની દમણના ભીમપોર સ્થિત વિન્ડ વર્લ્ડ કંપનીમાં દોઢ વર્ષથી કંપનીના સંચાલકો દ્વારા શોષણ નીતિ કરવામાં આવી રહી છે. કામદારોના વેતન પણ નિયત સમયે ચુકવવામાં આવતા નથી. છેલ્લા ત્રણ મહિનાથી કામદારોને વેતન માટે તકલીફો આપતી હતી. આખરે કંપની દ્વારા કામદારોને શટ ડાઉનની નોટિસ આપવામાં આવી હતી. કામદારોને લે ઑફ એક વર્ષ માટે આપવામાં આવ્યા હતા. તેમ છતાં વેતન મેળવવા તકલીફો પડી જતી છેલ્લા ત્રણ દિવસથી કામદારોને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવી દેવા આવ્યો હતો.
    પવન ચક્કી બનાવતી કંપની પાસે હાલમાં વર્ક ઓર્ડર નહીં હોવાના લીધે અને વૈશ્વીક સ્થિતિ ખરાબ હોવાથી કંપની દ્વારા આ પગલું લેવાનું કહેવાય છે. છુટા કરાયેલા 500 કામદરોનો ભવિષ્ય દાવ ઉપર લાગ્યો છે. છેલ્લા પંદરથી વીસ વર્ષ કંપનીમાં કામ કરતા કામદારોએ કામદાર સંઘનો આશરો લેવાની ફરજ પડી હતી. કંપનીના અધિકારીઓ દ્વારા આ બાબત કોઈ પણ જવાબ આપવાનું ટાળવા ફોન રિસીવ કર્યો ન હતો. કામદારો ભેગા મળી કંપની સામે ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે.
    દમણના લેબર ઓફિસર ચૌહાણનો સંપર્ક કરાતા તેમને આ બાબતે કોઈ પણ જાણકારી કામદારો તેમજ કંપની સંચાલકો દ્વારા આપવામાં આવી નથી તેવું જણાવ્યું હતું.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment