Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા સંત સમિતિની રચના : હોદ્દેદારોની વરણી થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લા સંત સમિતિની રચના કરવામાં આવી છે જેમાં હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી આવી હતી.
અખિલ ભારતીય સંત સમિતિ અંતર્ગત વલસાડ જિલ્લા સંત સમિતિની રચના માટે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે એક બેઠક મળી હતી જેમાં જિલ્લાના મોટી સંખ્‍યામાં સંતો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ બેઠકમાં સમિતિ અને તેના કાર્યો, હેતુ સંબંધિત ચર્ચા કરવામાં આવી હતી. સમિતિ રચના માટે સર્વ સંમતિથી વિવિધ હોદ્દાઓ નકકી કરી હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં સંરક્ષક તરીકે શાષાી સ્‍વામી કપિલ જીવનદાસજી શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ, પ્રમુખ તરીકે પૂજ્‍ય મહંત શ્રી અખંડાનંદ સરસ્‍વતીજી – અખંડાનંદ આશ્રમ પુનાટ, ઉપ પ્રમુખ તરીકે પૂજ્‍ય કીશોરી દાસજી મહારાજ – શ્રી રામ મંદિર કોસંબા, તથા પૂજ્‍ય દિવ્‍યસ્‍વરૂપ સ્‍વામીજી – હનુમાન મંદિર સરોંઢા, મંત્રી તરીકે મહંતશ્રી સર્વજ્ઞ મુખી – કબીર આશ્રમ, સહમંત્રી તરીકે પૂજય જગદીશાનંદજી મહારાજતથા પૂજ્‍ય હરીવલ્લભ સ્‍વામી – સ્‍વામિનારાયણ ગુરુકુળ ધરમપુરનો સમાવેશ થાય છે.
સમિતિના સભ્‍યો તરીકે પૂજ્‍ય ચિન્‍મયાનંદ સ્‍વામીજી-બીએપીએસ સંસ્‍થા સેલવાસ, પૂજ્‍ય સ્‍વામી પરમપુરૂષદાસજી, પૂજ્‍ય શ્‍યામદાસજી મહારાજ, મહંત ધર્મેન્‍દ્રગીરીજી મહારાજ, પૂજ્‍ય વિજ્ઞાન સ્‍વામીજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, ઋષીજી સંજાણ, પૂજ્‍ય કરૂણાનંદ સરસ્‍વતીજી મહારાજ વગેરેનો સમાવેશ થાય છે.
દરેક સભ્‍યો હિન્‍દુરાષ્‍ટ્ર, ગૌહત્‍યા સંબંધિત બાબત, આધ્‍યાત્‍મિક શિક્ષણ, લવજેહાદ જેવા મુદ્દાઓ ઉપર ગંભીર ચર્ચા કરી સાથે રહી આયોજનબદ્ધ કામ કરવાના શપથ લીધા હતા. અંતે પ્રસાદ ગ્રહણ કરી સભાનુ કાર્ય પુર્ણ કર્યુ હતું.

Related posts

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે વિવિધ બેઠકોનું કરેલું નેતૃત્‍વ

vartmanpravah

દમણના સોમનાથ ઔદ્યોગિક વિસ્‍તારમાંથી એક ટેન્‍કર સહિત રૂા.24 લાખના દારૂ બિયરના મુદ્દામાલને જપ્ત કરવા દમણ પોલીસને મળેલી સફળતા

vartmanpravah

નાની દમણના દરિયા કિનારે ભવ્‍ય સમુદ્ર નારાયણ ભગવાનનું મંદિર નિર્માણ પામશેઃ શનિવારે યોજાયેલ શિલાન્‍યાસ વિધિ

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તાર ગટરના ઢાંકણા ગાયબ તો કેટલાક જામ : કરોડોના ખર્ચે બનેલ ગટરના ખસ્‍તાહાલ

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજ બોક્‍સીંગમાં ઝળકી

vartmanpravah

Leave a Comment