Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના યુવા વિષયક અને રમત-ગમત વિભાગ દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં વિવિધ રમતો માટે યોજાનારો સમર કોચિંગ કેમ્‍પ

દીવમાં તા.2જી મે થી 9 મે સુધી અને દાનહ તથા દમણમાં તા.8 મી મે થી 22 મે સુધી 15 દિવસીય યોજાનારો રમત પ્રશિક્ષણ કેમ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને નેતૃત્‍વમાં રમત ગમત અને યુવા વિષયક વિભાગ દ્વારા સંઘપ્રદેશના ત્રણેય જિલ્લામાં પ્રશિક્ષણ શિબિર આયોજીત કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. રમત ગમત પ્રત્‍યે રૂચિ રાખતા ખેલાડીઓ તથા યુવાનોને રમત ગમતની સાથે સાથે શારીરિક અને માનસિક વિકાસ માટે પ્રશાસન દ્વારા સમર કેમ્‍પનું આયોજન દાદરા નગર હવેલી, દમણ અને દીવ જિલ્લામાં કરવામાં આવી રહ્યું છે. આ પ્રશિક્ષણ કેમ્‍પમાં કોઈપણ ખેલાડી અથવા યુવાનો ભાગ લે પોતાની પ્રતિક્ષા અને કૌશલ્‍યમાં સુધારો કરી શકે છે.
સંઘપ્રદેશના રમત ગમત અને યુવા વિષયક વિભાગના સચિવ શ્રી અરૂણ ટી.ના નિર્દેશ અનુસાર અને સ્‍પોર્ટ્‍સ ડાયરેક્‍ટર શ્રી અરૂણ ગુપ્તાના સહયોગથી સંઘપ્રદેશના દીવ જિલ્લામાં તા.2 મે થી 9મી મે 2023 સુધી, દાદરા નગર હવેલી અને દમણ જિલ્લામાં તા.8મી મે થી 22 મે 2023 સુધી 15 દિવસીય સમર સ્‍પોર્ટ્‍સ પ્રશિક્ષણકેમ્‍પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો સમય સવારે 7:30 વાગ્‍યાથી 10:00 વાગ્‍યા સુધી રહેશે.
સમર સ્‍પોર્ટ્‍સ પ્રશિક્ષણ કેમ્‍પમાં દાદરા નગર હવેલી જિલ્લામાં ફૂટબોલ, એથ્‍લેટિક્‍સ, બેડમિન્‍ટન, ક્રિકેટ, ટેબલ ટેનિસ, તિરંદાજી, મલખંભ, બોલીબોલ, સ્‍કેટિંગ, સ્‍વીમિંગ, શતરંજ અને કરાટે તથા દમણ જિલ્લામાં ફૂટબોલ, બેડમિન્‍ટન, ક્રિકેટ, ટેબલટેનિસ, તિરંજાજી, મલખંભ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી, શતરંજ, કરાટે, બોક્‍સિંગ, લોન ટેનિસ, યોગાસન, બીચ વોલીબોલ વગેરે રમતોનું સ્‍પોર્ટ્‍સ કોચ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે. જ્‍યારે દીવમાં વોલીબોલ, યોગ, તિરંદાજી, રાયફલ શુટિંગ, ટેબલટેનિસ, શતરંજ જેવી રમતોનું પ્રશિક્ષણ આપવામાં આવશે.
સંઘપ્રદેશ પ્રશાસને દરેક ખેલાડીઓ અને યુવાનોને આ પ્રશિક્ષણમાં વધુમાં વધુ સંખ્‍યામાં સહભાગી બનવા પોતપોતાના નામ સ્‍કૂલ અથવા સ્‍પોર્ટ્‍સ વિભાગમાં જઈ પોતાનું નામ રજીસ્‍ટ્રેશન કરાવવા અપીલ કરી છે.

દાનહમાં લોકપ્રિય રમત કબડ્ડી અને ખો-ખોનું પ્રશિક્ષણ કેમ નહીં?

બોક્‍સિંગના કોચિંગ માટે પણ દાનહમાં પ્રયાસ થવો જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20: સંઘપ્રદેશના રમત ગમત અને યુવા વિષયક વિભાગ દ્વારા યોજાનારા સ્‍પોર્ટ્‍સ કોચિંગ કેમ્‍પમાં દાદરા નગર હવેલી જિલ્લા માટે ખો-ખો, કબડ્ડી અનેબોક્‍સિંગ જેવી રમતો માટેનું પ્રશિક્ષણ નહીં હોવાનું અખબારી યાદીમાં જણાયું છે.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલીમાં કબડ્ડી, ખો-ખોની રમત ખુબ જ લોકપ્રિય છે અને અહીંના ખેલાડીઓને ખો-ખો તથા કબડ્ડીની રમતનું યોગ્‍ય અને વૈજ્ઞાનિક પ્રશિક્ષણ મળે તો રાષ્‍ટ્ર સ્‍તરે પણ પ્રદેશનું નામ રોશન કરી શકે એવી પ્રતિભા છે. જ્‍યારે દાદરા નગર હવેલીના ખેલાડીઓને બોક્‍સિંગની પણ તાલીમ આપવામાં આવે તો તેઓ પોતાનું કૌવત ઝળકાવી શકે એવી પુરી શક્‍યતા છે. તેથી દાદરા નગર હવેલી જિલ્લા માટે કબડ્ડી, ખો-ખો તથા બોક્‍સિંગની રમતના પ્રશિક્ષણ માટે ગંભીરતાથી વિચારવાની આવશ્‍યકતા છે.

Related posts

ધરમપુર બામટી માર્કેટમાં 3.5 કિ.ગ્રા.ની હાથીજુલ નામની કેરી વેચાણમાં આવતા લોકો જોવા ઉમટી પડયા

vartmanpravah

ડિપાર્ટમેન્‍ટ ઓફ પાર્લામેન્‍ટ્રી સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍યોએ દીવના પર્યટન સ્‍થળો તથા એજ્‍યુકેશન હબની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લો ડેંગ્‍યુના ભરડામાં, 7 મહિનામાં 77 દર્દી પોઝિટીવ : 1019 શંકાસ્‍પદ કેસ નોંધાયા

vartmanpravah

નાની દમણની વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા Modi@20 પુસ્‍તક પર સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લાસ વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્ય.ક્ષસ્થા ને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

vartmanpravah

ચીખલી તાલુકાના તલાવચોરા સ્‍થિત ઈંગારી પહાડમાં આગ લાગી

vartmanpravah

Leave a Comment