October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના તામછડી ગામે તણખો ઉડતા વૃધ્‍ધ આદિવાસી દંપતિનું ઘર બળીને ખાખ થયું

ધારાસભ્‍ય અરવિંદ પટેલ વ્‍હારે આવ્‍યા, જરૂરી સામાન-કપડા-વાસણ ગોદડાની મદદ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: ધરમપુરથી 30 કિ.મી. દૂર આવેલા તામછડી ગામે રહેતા વૃધ્‍ધ દંપતિનું ઘર વાવાઝોડાથી તણખો ઉડતા ઘરમાં આગ લાગી હતી. મંગળવારે સાંજે બનેલી ઘટનામાં દંપતિનો તમામસરસામાન, અનાજ, કપડા, બચતના રોકડા બળીને ખાખ થઈ જતા ગરીબ આદિવાસી વૃધ્‍ધ દંપતિ રોડ ઉપર આવી ગયાની ઘટેલી ઘટનાથી ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
પર્વતીય ક્ષેત્રના ગામ તામછડીમાં બોચુનીયા ફળીયામાં વૃધ્‍ધ આદિવાસી મહાધુભાઈ ધર્માભાઈ રાઠોડ અને તેમના પત્‍ની રહેતા હતા. ગત સાંજે ચુલામાંથી ઉડેલા તણખાથી ઘરમાં આગ લાગી હતી. જેમાં 70 મણ ભાત, 40 મણ નાગલી, 10 મણ તુવેર તથા કિસાન સન્‍માન નીધી અને બચતના રાખેલા રોકડા રૂા.11 હજાર, કપડા, સરસામાન બધુ ક્ષણોમાં સ્‍વાહા થઈ જતા દંપતિ રોડ ઉપર આવી ગયું હતું. આજે બુધવારે ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલને જાણ થતા તામછડી દોડી ગયા હતા. વૃધ્‍ધ દંપતિને માનવતા સ્‍વરૂપે તેમણે તાત્‍કાલિક જરૂરી તમામ પ્રાથમિક સરસામાન, રાશન, કપડાની તજવીજ કરીને વૃધ્‍ધ દંપતિની વ્‍હારે આવ્‍યા હતા. દંપતિ પાસે પહેરેલા કપડા સિવાય કાંઈ બચ્‍યું નહોતુ.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા દિવાળી તહેવારની ઘણા હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહની પ્રાથમિક ગુજરાતી શાળા મોરપાડામાં‘માઁ-બેટી મેળા’નું કરાયું આયોજન

vartmanpravah

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

vartmanpravah

વાપી ચાર રસ્‍તા કચ્‍છી માર્કેટમાં સિગારેટ ડીસ્‍ટ્રીબ્‍યુટર્સના ગોડાઉનમાં હજારોની સિગારેટની ચોરી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં દિવ્‍યાંગ ‘સ્‍કાઉટ ગાઈડ’ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

જિલ્લા સ્‍પેશ્‍યલ કોર્ટનો ચૂકાદો: દમણમાં પાંચ વર્ષની સગીરા સાથે અશ્‍લીલ હરકત કરનારા આરોપીને પોક્‍સોના કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા

vartmanpravah

Leave a Comment