September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના દુર્ગમ વિસ્‍તાર ઉલસપેંડી ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્‍યા

સમૂહલગ્નમાં જોડાઈને લગ્ન કરવાથી ગરીબ પરિવારને આર્થિક બોજ ઓછો પડે છેઃ કપિલ મહારાજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માકંડબન ગામના ગુરૂસેવા સત્‍સંગ મંડળ ટ્રસ્‍ટ દ્વારા ઉલસપેંડી ખાતે બીજો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં 27 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાપાડ્‍યા હતા.
આ સમારોહમાં મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત નિવૃત્ત સહાયક માહિતી નિયામક નટુભાઈ પટેલે જણાવ્‍યું કે, ધરમપુર તાલુકાના દુર્ગમ વિસ્‍તારમાં સમૂહલગ્નનું આયોજન થવાથી મોંઘવારીના સમયમાં અનેક પરિવારોને મોટા ખર્ચમાંથી બચાવી લઈ આર્થિક રીતે મદદરૂપ થયા છે. જે બદલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ અને ગામના આગેવાનો દયારામભાઈ દરવાડા અને રમણભાઈ જોગારીની કામગીરીની સરાહના કરી હતી. મંડળના પ્રમુખ ગમનભાઈ માહલાએ જણાવ્‍યું કે, ઉલસપેંડી જેવા અંતરિયાળ ગામમાં સમૂહલગ્નનું આયોજન કરી મંડળે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્‍યું છે. સમૂહ લગ્ન થતા રહે છે પરંતુ આવા ઉંડાણના આદિવાસી વિસ્‍તારમાં આ બીજા સમૂહલગ્ન છે. 27 નવદંપતિઓએ દાંપત્‍ય જીવનમાં પગલા પાડયા છે ત્‍યારે તેમનું જીવન વ્‍યસન મુક્‍ત રહે અને સમાજમાં એકબીજાને મદદરૂપ થાય એવા આશીર્વાદ આપ્‍યા હતા. સ્‍વામીનારાયણ સંપ્રદાયના પારડીના કપિલ મહારાજે જણાવ્‍યું કે, કુદરતે ધરતી પર સંસારી જીવન જીવવા માટે ઉપરથી જ જોડીઓ નક્કી કરીને મોકલે છે. તે જોડી સાત-સાત ભવથી હોય છે. ધાર્મિક ગ્રંથોમાં પણ આ ઉલ્લેખ છે. સૌ ગરીબ પરિવાજનો આવા સમૂહલગ્નમાં જોડાઈને લગ્ન કરે તો તેમને આર્થિક બોજ ઓછો પડે છે. ધાર્મિક જીવન જીવવાથી સમાજને આવનારી પેઢી પણસંસ્‍કારી મળશે એમ વધુમાં જણાવ્‍યું હતું.
ગણદેવીના દાતા અમૃતભાઈ પટેલે વર અને કન્‍યાને કપડા, ટ્રસ્‍ટ દ્વારા સ્‍ટીલના બેડા, કપિલ મહારાજ દ્વારા થાળી સેટ અને સુરખાઈના નટુભાઈ પટેલ (બાપા) દ્વારા 27 યુગલોને થાળી, વાટકી અને ગ્‍લાસ ભેટ રૂપે આપવામાં આવી હતી. ગામના આગેવાન દયારામભાઈ દરવાડાએ આભારવિધિ કરી હતી.

Related posts

સંઘપ્રદેશમાં આનંદ-ઉત્‍સાહ અને શૌર્યની સાથે કરાયેલી સ્‍વતંત્રતા દિવસની ઉજવણી

vartmanpravah

દિવાળી ટાણે જ દીવના કેવડીમાં પ્રશાસને કરેલું ડિમોલીશન

vartmanpravah

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક પ્રભારીમંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળી: આદિજાતિ વિસ્‍તારમાં કુલ 728 કામો માટે કુલ રૂા.3203.18 લાખની જોગવાઈને મંજૂરી

vartmanpravah

દશેરા પર્વએ વલસાડ જિલ્લાના પોલીસ મથકોમાં કરાઈ શષાોની પૂજા

vartmanpravah

ચીખલીમાં ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું

vartmanpravah

વાપી નગરપાલિકા નવનિયુક્‍ત પ્રમુખ તરીકે કાશ્‍મિરાબેન શાહ અને ઉપપ્રમુખ તરીકે અભય શાહની બિનહરીફ વરણી

vartmanpravah

Leave a Comment