October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી શાક માર્કેટમાં ડિમોલેશન બાદ નવિન રોડ બનાવવાની કામગીરી ઠપ : સેંકડો લોકો અટવાઈ રહ્યા છે

સાંકડી જગ્‍યામાં શાકભાજી વેપારી એકત્ર થઈ વેચાણ કરી રહ્યા છે. લોકો હરી ફરી પણ શકતા નથી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી જુના શાકભાજી માર્કેટમાં ગેરકાયદે દબાણો ખુબ થઈ ગયા હોવાથી રોડ પહોળો કરવા માટે નગરપાલિકાએ ડિમોલેશન કાર્યવાહી થોડા સમય પહેલાં કરી હતી ત્‍યારે મોટો હોબાળો પણ થયો હતો. ઘણા જુના જોગીઓની ગરાસ લૂંટાઈ હતી તેથી ભારે બુમાબુમ કરી હતી. ડિમોલિશન બાદ પાલિકા દ્વારા નવો પહોળો રોડ બનાવવાની ફક્‍ત વાતોજ કરી હોય એવુ લાગે છે. હજુ સુધી રોડ બનાવાના કોઈ ઠેકાણા દેખાતા નથી.
વાપી જુના શાકમાર્કેટમાં ડિમોલિશન બાદ રોડ પહોળો કરાયો છે. દબાણો હટી ગયા છે. તેથી અહીં વેપાર ધંધો કરતા શાકભાજીના વેપારી આગળના ભાગે મચ્‍છી માર્કેટ પાસે ઘીચતામાં ફરી ગોઠવાઈ ગયા છે તેથી અવર જવરની પારાવાર મુશ્‍કેલી પડે છે. સાંકડી જગ્‍યામાં કીડીયા ઘરની જેમ માણસો ઉભરાઈ રહ્યા છે તેથી અસામાજીક તત્‍વોને ખુલ્લુ મેદાન મળી ગયું છે. જ્‍યાં ડિમોલિશન કરાયું છે તે જગ્‍યાએ હજુ સુધી રોડ બનાવવાની ફુરસદ પાલિકાને મળી નથી. એટલે સરવાળે તો આમ જનતા જ હેરાન થઈ રહી છે.

Related posts

દમણના મદ્રેસા ઈસ્‍લામાયા ખારીવાડ ખાતે વૈદિક ડેન્‍ટલ કોલેજ એન્‍ડ રિસર્ચ સેન્‍ટર દલવાડા દ્વારા નિ:શુલ્‍ક ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ હરિ ટી. ખંડારેનું હૃદય રોગના હૂમલાથી નિધનઃ પોલીસબેડામાં ફેલાયેલી શોકની લાગણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને પહેલથી

vartmanpravah

હસ્‍તકલાને પ્રોત્‍સાહન આપવા દમણ નીફટમાં સેમિનાર યોજાયો

vartmanpravah

નવસારી-વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં રૂા.૧૨૯૮.૮૨/- લાખના ખર્ચે નિર્મિત ૨૧ એમ.એલ.ડી. ફીલ્ટરેશન પ્લાન્ટ તથા વોટર એટીએમનું લોકાર્પણ કરતાં નવસારી સાંસદ સી.આર.પાટીલ

vartmanpravah

જીએનએલયુ- સેલવાસ કેમ્‍પસના વિદ્યાર્થીઓએ સેલવાસના પોલીસ સ્‍ટેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment