(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી, તા.16: વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી તથા માંૅ શારદા દેવી મહિલા પાંખ નવસારી દ્વારા બહેનો માટે માં શારદા દેવી જીવન કવન ‘નિબંધ લેખન’ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 13 સ્પર્ધક બહેનોએ ભાગ લીધો હતો. શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી ખાતે યોજાયેલી માઁ શારદા દેવીના જીવન વિશેના વકળત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 6 બહેનોએ વકળત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા નિવડેલા બહેનોને માં શારદા દેવી મહિલા પાંખના પ્રમુખ ડો. નિરીક્ષા દેસાઈના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સભામાં ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. વકળત્વ સ્પર્ધામાં દિલીપ નાયક તથા દિનાઝ પટેલે નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
વકળત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમે મીનાબેન અજમેરા, અને બીજા ક્રમે હર્ષા ઘોઘારી વિજેતા બન્યા હતા. આ સભામાં ઉપસ્થિત મહિલા પાંખના હોદ્દેદારોઉપરાંત ટ્રસ્ટીઓ તથા શુભેચ્છકોના હસ્તે નિબંધ લેખનના તમામ સ્પર્ધકોને ઈનામ આપવામાં આવ્યા હતા. સભામાં ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો. તમામને માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
