(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: ત્રણેક દિવસ પહેલા ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. ત્યારબાદ આજે મંગળવારે વલસાડ જિલ્લાના ધરમપુર વિસ્તારના કેટલાક ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
ધરમપુરના મોળા આંબા ગામ નજીક ભૂકંપનું એપિ સેન્ટર નોંધાયું હતું. રિક્ટલ સ્કેલ ઉપર 2.5 ની તિવ્રતાનો નોંધાયેલ આંચકો આજે મંગળવારે 11.03 કલાકના સુમારે આવ્યો હતો. જો કે હળવો આંચકો હતો. અલબત્ત લોકોએ ભુકંપના આંચકાનો અનુભવ જરૂર કર્યો હતો. અગાઉ પણ વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને દાનહની સરહદ વિસ્તારમાં અનુભવાયા હતા.
