January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સાયલી ગામના રસ્‍તાના અધુરા કામથી લોકો પરેશાન

ઘણાં લાંબા સમયથી રસ્‍તા ઉપર ઠેકઠેકાણે ખોદવામાં આવેલા ખાડાઓ પણ નહીં પુરાતાં કોઈ જાનહાની થઈ તો જવાબદાર કોણ?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : દાદરા નગર હવેલીના સાયલી ગામમાં હાલમાં પણ રસ્‍તાનું કામ અધુરૂ હોવાને કારણે સ્‍થાનિકો તેમજ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આવતા-જતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ હતો, જેના કારણેસેલવાસથી સાયલી ક્રિકેટ ગ્રાઉન્‍ડ સુધી રસ્‍તાનું સંપૂર્ણ કામ પૂર્ણ કરવામાં આવ્‍યું હતું, પરંતુ સાયલી સ્‍ટેડીયમથી આગળના ભાગે રસ્‍તાની હાલત ખુબ જ ખખડધજ અને દયનીય છે. આ રસ્‍તા ઉપર ઠેકઠેકાણે ખાડાઓ ખોદવામાં આવેલા છે જેને પણ આજદિન સુધી પુરવામાં આવ્‍યા નથી, કાચા રસ્‍તાને કારણે સંપૂર્ણ રસ્‍તો ધૂળવાળો છે જેના કારણે રાહદારીઓ અને બાઈક સવારોને ભારે પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે. સાયલી ગામમાં આવેલ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં આવતા નાના મોટા વાહનોને પણ અવર-જવર માટે પરશાની ભોગવવા પડી રહી છે. હાલમાં વરસાદનો માહોલ પણ ઉભો થયો છે ત્‍યારે જે વરસાદ ખાબકશે તો સમગ્ર રસ્‍તો ભીનો બની જતાં ચિકણો કાદવ-કિચ્‍ચડવાળો બનશે તો આ રસ્‍તા ઉપર અવર-જવર કરવી આસાન નહીં રહેશે. તેથી જિલ્લા શાસન દ્વારા અધૂરા રાખવામાં આવેલા રસ્‍તાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને લોકોને ભોગવવા પડતી હાડમારીથી મુક્‍ત કરવામાં આવે.

Related posts

ટોરેન્‍ટ પાવરની અક્ષમ્‍ય બેદરકારીથી દાનહ કૌંચાના બિલધરી પટેલ પાડા ખાતે ઈલેક્‍ટ્રીક થાંભલા ઉપર કામ કરતા ટેક્‍નીકલ હેલ્‍પરનું શોક લાગવાથી નિધન

vartmanpravah

સંઘપ્રદેશના યુવા બાબતો અને રમત ગમત વિભાગ દ્વારા દમણમાં જિલ્લા આંતર શાળાકીય સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહની નરોલી ગ્રા.પં.ના સરપંચ પદે લીનાબેન પટેલ બિનહરિફ વિજેતાઃ માત્ર ઔપચારિક જાહેરાત બાકી 

vartmanpravah

આજે વાપીમાં વૃષ્‍ટિ શાહનું આરંગેત્રમ

vartmanpravah

vartmanpravah

મિશન 2024ને નજર સમક્ષ રાખી આજે દીવ ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણીઃ યોગ્‍ય દાવેદારની પસંદગી માટે ભાજપ મોવડી મંડળે રાત સુધી શરૂ કરેલો મંત્રણાનો દૌર

vartmanpravah

Leave a Comment