નવ દેશોના સ્પર્ધકોમાં વાપીનો મોહમ્મદ અફઝલ (આમીર ખાને) ગોલ્ડ મેડલ વિજેતા બન્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વાપી શહેરના નિવાસી યુવાને એશિયન થાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ નવ દેશોના સ્પર્ધકોમાં ટોપ પર્ફોમન્સ કરી ભારત માટે ગોલ્ડ જીત્યો હતો.
વાપીનો યુવાન મોહમ્મદ અફઝલ (આમીર ખાને) એશિયન થાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપ ગોવામાં માયુસા ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ એશિયન ચેમ્પિયનશીપમાં નેપાળ, ભુતાન, મ્યાનમાર, અફઘાનિસ્તાન, શ્રીલંકા, વિયેતનામ, કંબોડિયા, બુમાઈ, ઈરાન અને ભારતના મળી કુલ 500 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગત તા.15મી નવેમ્બરથી 17 નવેમ્બર દરમિયાન બોક્સિંગ સ્પર્ધામાં ગોવાના માયુસા ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાઈ હતી. જેમાં મોહંમદ અફજલ ચેમ્પિયનશીપમાં જ મેચ રમ્યો હતો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ વિજેતા બન્યો હતો. મોહંમદ અફઝલે ગોલ્ડ મેડલ વિજય સાથે વાપી, વલસાડ જિલ્લા અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.