નબળા વ્યક્તિઓને સશક્ત બનાવવા અને નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાના કંપનીના પ્રયાસની દાનહ જિલ્લા કલેક્ટર પ્રિયાંક કિશોરે કરેલી સરાહના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, અથવા ઘ્લ્ય્, એક એવો ખ્યાલ છે જેને તાજેતરના વર્ષોમાં ખૂબ જ લોકપ્રિયતા મળી છે. તે કંપનીના મુખ્ય નફા-કમાવાના ઉદ્દેશ્યોથી આગળ, સમાજના કલ્યાણ પ્રત્યેની જવાબદારીઓની સ્વીકળતિનું પ્રતિનિધિત્વ કરે છે. ઘ્લ્ય્ પહેલ ફક્ત પરોપકારથી આગળ વધે છે; તેઓ ફક્ત શેરધારકો જ નહીં, પરંતુ તમામ હિસ્સેદારોના હિતોને ધ્યાનમાં રાખીને, નૈતિક રીતે વ્યવસાય ચલાવવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. જેના ભાગરૂપે આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની ટેકફેબ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સી.એસ.આર. અંતર્ગત સેલવાસ કલેક્ટર કચેરી ખાતે આર્થિક રીતે નબળા અને શારીરિક રૂપે દિવ્યાંગ વ્યક્તિ સુંદર શ્રી રામૈયા નાદરને એક ઈ-રીક્ષા ભેટ આપવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય આવક સર્જનને ટેકો આપવા અને આજીવિકા રળવા અને લાભાર્થીના પરિવારના કલ્યાણમાં ફાળો આપવાનો છે.આ પ્રસંગે ઈ-રિક્ષાની ચાવી દાનહ જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોરે ટેકફેબ ઇન્ડિયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સી.એસ.આર. ટીમની ઉપસ્થિતિમાં લાભાર્થીને સોંપી હતી. આ અવસરે કલેક્ટરશ્રીએ નબળા વ્યક્તિઓને સશક્ત બનાવવા અને નાણાકીય સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાના કંપનીના પ્રયાસની સરાહના કરી હતી.
આ અવસરે સી.એસ.આર. હેડ શ્રી રાહુલ અહિરે, યુનિટ હેડ શ્રી મયંક વ્યાસ, પ્રોડક્શન હેડ શ્રી દિલીપ મિષાી, એચ.આર. મેનેજર શ્રી રાકેશ પાસબોલા સહિત લાભાર્થીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.