સમાજનું નામ રોશન કરનારા વ્યક્તિઓનું સન્માન કરાયું: સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.19: વાપી વીડા 360 છરવાડા ખાતે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા દિવાળીનુ સ્નેહ મિલન દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત જય પરશુરામના જય ઘોષથી કરાઇ હતી. સ્નેહ સંમેલનમાં વલસાડ સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ, વલસાડ કલેકટર નૈમેષભાઈ દવે તથા એડીશનલ કલેકટર અનસૂયાબેન ઝા તેમજ રોજગાર વિનિમય કચેરી નીયામક પારૂલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ તથા જિલ્લા સમાહર્તાનુ પ્રેરક ઉદબોધન ઉત્સાહભર્યું હતું અને સમાજને કોઈપણ ક્ષણે તેમની જરૂર લાગે તો હરહંમેશ તેમની સેવા મળતી રહેશે તેવી ખાતરી આપી હતી. સમાજના શ્રેષ્ઠીઓ જેઓ જુદા જુદા ક્ષેત્રોમાં ખુબજ અદ્ભુત કામગીરી સંભાળી રહ્યા છે તેવા નિકુંજભાઈ શુકલ, પીયુશભાઈ જોશી, ચંદુભાઈ પંડયાનુ સન્માન કરવામાં આવ્યું અને તેમનીકામગીરીને બિરદાવવામાં આવી હતી. સમાજ શ્રેષ્ટિ અને રોડ કન્ટ્રક્શન મશીનરી વ્યવસાયમાં ગુજરાતમાં મોટું નામ ધરાવતા એવા ભોજન દાતા હરીશભાઈ રાવલ તથા નીલેશભાઈ ભટ્ટ તથા પારસભાઈ ત્રિવેદી, સોહમભાઈ જોશીનુ વિશિષ્ઠ સન્માન કરાયુ હતું. જેમના થકી વીડા 360 માં કાર્યક્રમ સંપન્ન થયો તેવા રોહિતભાઈ યાજ્ઞિક તથા તેમના પુત્ર રવિ યાજ્ઞિકનુ પણ સન્માન કર્યુ હતું. સમાજના પ્રમુખ અમિતભાઈ ભટ્ટ, સેક્રેટરી જાગૃત જાની, ખજાનચી હિરેનભાઈ ગોર, પ્રોજેક્ટ ચેર કમલેશભાઈ પંડ્યા, મિહિરભાઈ ઉપાધ્યાય, મિતુલભાઈ ઠાકર તેમજ સમાજના ટ્રસ્ટીઓ અશોકભાઈ શુક્લા, વીઆઇએ માજી પ્રમુખ મહેશભાઈ પંડ્યા, માજી વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી પ્રમુખ ચેતન્યભાઈ ભટ્ટ તેમજ ભૂતપૂર્વ પ્રમુખો, કારોબારી કમિટી મેમ્બર તેમજ મહિલા મંડળના પ્રમુખ ઉષાબેન શુક્લ તેમજ તેમની મહિલા ટીમ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના બાળકોએ તેમજ યુવાનોએ સંગીતમાં અલગ અલગ પર્ફોર્મન્સ રજૂ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોગ્રામ કોઓરડીનેટર્સ કમલેશ પંડયા અને મિહિર ઉપાધ્યાયે ભારે જહેમત ઉઠાવી હતી.