(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : લાયન્સ ક્લબ ઓફ દમણ અને શ્રી રાણા સમાજ, દમણ દ્વારા આજે મોટી દમણ ખાતે શ્રી ગુલાબભાઈ રાણાના ઘરે વિનામૂલ્યે વિશાળ મેડિકલ કેમ્પ-સ્વાસ્થ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 245 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે મોટી દમણ ખાતે શ્રી ગુલાબભાઈ રાણાના ઘરે આયોજીત સ્વાસ્થ્ય યજ્ઞમાં અમેરિકા, ગુજરાત, દમણ અને સેલવાસની હોસ્પિટલોના નામાંકિત અને નિષ્ણાત તબીબોએ દર્દીઓની વિનામૂલ્યે ચિકિત્સા કરી હતી.
આજે જરૂરિયાતમંદ લાભાર્થીઓને 3 વોકર, 4 વોકિંગ સ્ટીક અને 16 નંગ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.