January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરોધીમાં બાઈક ચાલક પર દીપડાનો હુમલો: બાઈક ચાલક અને ભત્રીજી ઘાયલ, બે નો બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.09: પારડીના પરિયા બરવાડી ફળિયામાં રહેતા મનોજભાઈ પટેલ ઉ.વ. 37 સોમવારે સાંજે સરોધીથી તેમનો દીકરો કેવલ તેમજ ભત્રીજાઓપ્રિયાંશ અને માહીને ટયૂશનેથી લઈ બાઇક પર ઘરે આવી રહ્યા હતા. આ દરમ્‍યાન બરવાડી અને સરોધી વચ્‍ચે આવેલા સરકારી ફાર્મ પાસે અચાનક એક દીપડો ધસી આવી તેમના પર હુમલો કરી દેતા બાઈક પાછળ બેસેલી માહી નીચે પટકાઈ હતી જ્‍યારે દીપડાએ મનોજભાઈને પગના ભાગે પંજો મારતા તેઓ પણ ઘાયલ બન્‍યા હતા પરંતુ બે બાળકોનો બચાવ થયો હતો.
અચાનક થયેલા હુમલામાં મનોજભાઈએ હિમ્‍મત રાખી દીપડાને લાતો મારતા દીપડો ભાગી છૂટયો હતો.
બંને ઘાયલોને પારડી મોહનદયાળ હોસ્‍પિટલ સારવાર માટે લવાતા સામન્‍ય ઈજા હોય સારવાર બાદ રજા આપવામાં આવી હતી. પરંતુ અચાનક કરેલા દીપડાના હુમલાને લઈ ચારે તરફ ભયનો માહોલ ફેલાયો હતો તો ઘટનાની જાણ થતાં પારડી ફોરેસ્‍ટ વિભાગની ટીમ પણ હોસ્‍પિટલ દોડી આવી હતી.

Related posts

વલસાડમાં અજીબો ગરીબ કિસ્‍સો બન્‍યો : ભિક્ષુક પાસેથી રોકડા રૂપિયા 1,14,480 મળી આવ્‍યા

vartmanpravah

દમણના સરકારી કચીગામ ફાર્મ ખાતે આયોજીત કૃષિ મહોત્‍સવમાં સંઘપ્રદેશે કૃષિ ક્ષેત્રે ભરેલી હરણફાળના થયેલા દર્શન

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માત સર્જાતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી

vartmanpravah

દાદરા નગર હવેલી રોટરી ક્‍લબના સહયોગથી દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા મહિલાઓના ગર્ભાશય અને સ્‍તન કેન્‍સરના નિદાન માટે ત્રિ-દિવસીય શિબિરનું આયોજન

vartmanpravah

ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે મહિલાએ કરી દુકાન માલિક સાથે છેતરપિંડી

vartmanpravah

દાનહ પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા રાજ્‍ય લેવલ ચિત્રકલા સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment