August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherદમણદીવદેશસેલવાસ

લાયન્‍સ ક્‍લબ અને શ્રી રાણા સમાજદમણ, દ્વારા મોટી દમણ ખાતે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં 245 દર્દીઓએ લીધેલો લાભ: જરૂરિયાતમંદોને વોકર, વોકિંગ સ્‍ટીક તથા ચશ્‍માનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : લાયન્‍સ ક્‍લબ ઓફ દમણ અને શ્રી રાણા સમાજ, દમણ દ્વારા આજે મોટી દમણ ખાતે શ્રી ગુલાબભાઈ રાણાના ઘરે વિનામૂલ્‍યે વિશાળ મેડિકલ કેમ્‍પ-સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 245 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે મોટી દમણ ખાતે શ્રી ગુલાબભાઈ રાણાના ઘરે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં અમેરિકા, ગુજરાત, દમણ અને સેલવાસની હોસ્‍પિટલોના નામાંકિત અને નિષ્‍ણાત તબીબોએ દર્દીઓની વિનામૂલ્‍યે ચિકિત્‍સા કરી હતી.
આજે જરૂરિયાતમંદ લાભાર્થીઓને 3 વોકર, 4 વોકિંગ સ્‍ટીક અને 16 નંગ ચશ્‍માનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

તા.30મીએ સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક મળશે

vartmanpravah

વલસાડી હાફુસ કેરી માટેનું જી.આઈ. ટેગ નહી હોવાથી ખેડૂતોને વૈશ્વિક બજારમાં વેચાણની મુશ્‍કેલી પડે છે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં કવરત્તી-રાજ નિવાસના ચાલી રહેલા બાંધકામનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપીમાં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટ દ્વારા 15મી રક્તદાન શિબિર યોજાઈ: 105 યુનિટ રક્‍તદાન થયું

vartmanpravah

આજે વાપીમાં વિશ્વ યોગા દિવસની ઠેર ઠેર ઉજવણી થશે

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ આંતર શાળા સુડોકુ સ્‍પર્ધામાં ઝળક્‍યા

vartmanpravah

Leave a Comment