Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઇડીસીની બાયર કંપનીમાં ગેસ લીકેજ અંગે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ

કેમિકલ પ્‍લાન્‍ટના પાઇપની ફલેંજમાંથી ગેસ લીકેજ અને
આગ અંગે બચાવ કામગીરી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના કારણે ઊભી થતી ઈમરજન્‍સીને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર અને વલસાડ નાયબ નિયામક- ઔદ્યોગિક સલામતી અને સ્‍વાથ્‍ય તથા ડિસ્‍ટ્રિક્‍ટ ક્રાઇસીસ ગૃપ દ્વારા વાપીની જીઆઇડીસી સ્‍થિત બાયર ઈન્‍ડિયા લિ. કંપનીમાં તા.30-09-2024ના રોજ ઓફ સાઇટ મોકડ્રીલ (રીહર્સલ) યોજવામાં આવી હતી. જેમાં કેમિકલ પ્‍લાન્‍ટમાંથી ગેસ લીકેજની દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે અને કેમિકલને આજુબાજુના વિસ્‍તારમાં વધુ પ્રસરતા કેવી રીતે અટકાવી શકાય તેનો વાસ્‍તવિક સિનારીઓ ઊભો કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્‍યું હતું. સમગ્ર મોકડ્રીલમાં ઓવરઓલ ઇન્‍સીડન્‍ટ કમાન્‍ડર તરીકે પારડી પ્રાંત અધિકારી એ.પી. ગોહિલને નિયુક્‍ત કરાયા હતા અને તેમની સૂચના અનુસાર સમગ્ર મોકડ્રીલને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
ફેક્‍ટરીમાં આવેલા કેમિકલ પ્‍લાન્‍ટમાં પાઇપની ફલેંજમાંથી કેમિકલ ગેસ લીકેજ થતાં (જેટ ફાયર) આગ પકડી લીધી હતી ત્‍યારે કંપનીની જુદી જુદી ટીમોઅને ફાયર ડિપાર્ટમેન્‍ટ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયત્‍નો કરવામાં આવ્‍યા હતાં પરંતુ કેમિકલ ગેસ લીકેજ અને આગનું પ્રમાણ વધારે માત્રામાં હોય ઓન સાઇટ ઈમરજન્‍સી કંટ્રોલમાં ન આવતા સાઇટ મેઇન કંટ્રોલર દ્વારા ઓફ સાઇટ ઈમરજન્‍સી જાહેર કરી ડિઝાસ્‍ટર કંટ્રોલ રૂમને જાણ કરાઈ હતી. બનાવ વખતે સ્‍થળ પર ઉપસ્‍થિત એક ઓપરેટર ગેસ ઈન્‍ફલેમેશનથી બેહોશ થયા હતા. તેમને રેસ્‍કયુ કરી એમ્‍બુલન્‍સ મારફતે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. આગ પર કાબુ મેળવવાની પ્રક્રિયા દરમિયાન બે વ્‍યક્‍તિઓને શારિરીક ઈજાઓ થઈ હતી તેમનું એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્‍કયુ કરી એનડીઆરએફની મેડિકલ પોસ્‍ટ ખાતે પ્રાથમિક સારવાર કરી 108 એમ્‍બ્‍યુલન્‍સ મારફતે નજીકની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. અકસ્‍માતની ગંભીરતાને ધ્‍યાનમાં લઈ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જરૂરી રસ્‍તા બંધ કરીને વાસ્‍તવિક પરિસ્‍થિતી ઊભી કરી હતી. ડિસ્‍ટ્રિક્‍ટ ક્રાઇસીસ ગૃપની મદદ લઈ બાયરગૃપ-ફાયર અને સફેટી વિભાગેની સાથે સાથે વલસાડ જિલ્લાની વાપી અને વલસાડ નગરપાલિકા ફાયર વિભાગ, નોટિફાઈડ એરિયા ફાયર વિભાગ, આરતી અને હુબર ગૃપના ફાયર વિભાગના ફાયર ટ્રકો અને ફાયર ફાયટર્સે વોટર હોઝ(પાણીના ફુવારાઓ)ની મદદથી સમગ્ર પરિસ્‍થિતી પર અંકુશ લઈ આગ પર કાબૂ મેળવ્‍યો હતો.
આમોકડ્રીલ કારખાનાઓમાં ઊભી થતી ઈમરજન્‍સીને પહોંચી વળવા માટે કારખાનાઓ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે મળીને તેમજ ઉપલબ્‍ધ સુવિધાઓનો ઉપયોગ કરીને ઈમરજન્‍સી સ્‍થિતિ પર કેવી રીતે કાબૂ મેળવવો તેના અભ્‍યાસના ભાગરૂપે કરવામાં આવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મોકડ્રીલમાં દુર્ઘટના વખતે મદદરૂપ થતા સરકારી વિભાગોની ટીમ બનાવવામાં આવી હતી અને મોકડ્રીલ કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્‍ટર મામલતદાર નફીશાબેન શેખ, વાપી રૂરલ મામલતદાર પ્રીતિ મોઢવડિયા, માહિતી વિભાગની ટીમ, વાપી સિટી મામલતદાર કે.આર.પટેલ, વાપી જીઆઇડીસી પી.આઇ. મયુર પટેલ, ડિસ્‍ટ્રિક્‍ટ ક્રાઇસીસ ગૃપના મેમ્‍બર સેક્રેટરી તથા નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાથ્‍ય એમ.સી. ગોહિલ, વી.આઇ.એ.ના હોદ્દેદારો અને અન્‍ય પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.
ઓફ સાઇટ ઈમરજન્‍સી-મોકડ્રીલનું સફળ સંચાલન અને સંકલન ડિસ્‍ટ્રિક્‍ટ ક્રાઇસીસ ગૃપના મેમ્‍બર સેક્રેટરી અને નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્‍વાથ્‍ય એમ.સી. ગોહિલ તથા આસિસ્‍ટન્‍ટ ડાયરેક્‍ટર આર.બી. મકવાણા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું. મોકડ્રીલ પૂર્ણ થયા બાદ સમીક્ષા કરવામાં આવી હતી જેમાં જરૂરી સૂચનો કરવામાં આવ્‍યા હતા. ટીમ મેમ્‍બરોનેમોકડ્રીલમાં રહેલી ક્ષતિઓ બાબતે ધ્‍યાન દોરી તેનું પુનરાવર્તન ન થાય તે ધ્‍યાન રાખવા જણાવ્‍યું હતું. સમગ્ર મોકડ્રીલનું ઓબ્‍ઝર્બેશન આર. એસ. આહીર દ્વારા કરવામાં આવ્‍યું હતું. અને ક્ષતિઓ પ્રત્‍યે ધ્‍યાન દોરી ક્ષતિઓ દૂર કરવા જરૂરી સૂચનો આપવામાં આવ્‍યા હતા.

Related posts

જેસીઆઈની મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સ નવસારી ખાતે યોજાઈ

vartmanpravah

ચીખલીના રેઠવાણીયા ગામમાં દીપડાની ચહલ પહલ જણાતા ગોઠવાયેલુ પાંજરું

vartmanpravah

વાપીની કેમીકલ કંપનીને પ્રદુષણ મામલે જીપીસીબીએ ક્‍લોઝર ફટકારી

vartmanpravah

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

vartmanpravah

રાજ્યના ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામ પાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઈનની કામગીરીનું ખાતમુર્હુત કર્યું

vartmanpravah

સુરત દક્ષિણ ઝોન કક્ષાનો કલા ઉત્‍સવમાં વલસાડ જિલ્લાના કપરાડાની વિદ્યાર્થિની પ્રગતિ તૃતીય સ્‍થાને વિજેતા

vartmanpravah

Leave a Comment