April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જેસીઆઈની મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સ નવસારી ખાતે યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.31: નવસારી જૂનાથાણા સ્‍થિત મતિયા પાટીદાર વાડી ખાતે તારીખ 28 અને 29 ઓક્‍ટોબર જેસીઆઈ મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સનું આયોજન આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
જેસીઆઈ વિવિધ ક્ષેત્રો જેમાં વ્‍યક્‍તિત્‍વ વિકાસ, ટ્રેનિંગ, બિઝનેસ, મેનેજમેન્‍ટ, કોમ્‍યુનિટી તેમજ લીડરશીપ કાર્ય કરવા જાણીતી છે. 120થી વધુ દેશોમાં પથરાયેલ જેસીઆઇ સંસ્‍થા યુવાનો માટે કાર્યરતછે. જેસીઆઈ મહાત્‍મા ઝોન કોન્‍ફરન્‍સમાં ઝોન આઠના હાલના વિવિધ હોદ્દાઓ પર બિરાજમાન પ્રમુખો તેમજ ભૂતપૂર્વ પ્રમુખોએ પરિવાર સાથે હાજરી આપી હતી. યજમાન બનેલ નવસારી દ્વારા ઝોન આઠના સમગ્ર જેસીઆઈ પરિવારની આગતા સ્‍વાગતા કરવાનો મોકો મળ્‍યો હતો. ઈવેન્‍ટ દરમિયાન વિવિધ સ્‍પર્ધાઓ યોજવામાં આવી હતી. તેમજ મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ઝોન કોન્‍ફરન્‍સ દરમિયાન મતિયા પાટીદાર વાડી ખાતે બિઝનેસ કરતા વેપારીઓ દ્વારા વિવિધ સ્‍ટોલ રાખી એક્‍ઝિબિશન પણ કરવામાં આવ્‍યું હતું. વર્ષ દરમિયાન થયેલ કાર્યોની સૂચિની યાદી ઝોન પ્રમુખ અનંત ભરુચા દ્વારા આપવામાં આવી. તેમજ નવી કાર્યકારી ટીમને આવનાર વર્ષમાં વધુ સારા કાર્યો માટે શુભેચ્‍છાઓ આપવામાં આવી હતી. યજમાન જેસીઆઈ નવસારીના કાર્યને બિરદાવી જેસીઆઈ નવસારીનો આભાર માનવામાં આવ્‍યો હતો.

Related posts

નવસારી જિલ્લામાં કુપોષણ અંગે જનજાગૃતિ અભિયાનનો શુભારંભ

vartmanpravah

કરચોંડ અને રાંધા, કૌંચાને જાડતા કોઝવે પર તુલસી નદીના પાણી ફરી વળ્યા

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા મોટી દમણમાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી છીરીમાં ગાયત્રી કોમ્‍પલેક્ષમાં હત્‍યા કરાયેલી મહિલાની લાશ મળી

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

બિહારના મુખ્‍યમંત્રી નીતીશ કુમાર ભ્રષ્‍ટાચારના વિરૂદ્ધ ઝીરો ટોલરન્‍સની નીતિ ધરાવતા સમગ્ર દેશમાં એકમાત્ર નેતાઃ ધર્મેશસિંહ ચૌહાણ, દાનહ-દમણ-દીવ પ્રદેશ જનતાદળ(યુ) પ્રમુખ

vartmanpravah

Leave a Comment