Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડની ટોકર ખાડીમાં પ્રથમ વરસાદે આવેલા નવા નીર કેમિકલ યુક્‍ત જણાતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે નારાજગી

સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત રસાયણ બનાવતા કારખાનાઓની બદમાશીનુ અનુમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.26: ઉમરગામ તાલુકામાં ચોમાસાની શરૂઆત સાથે ખતલવાડની ટોકરખાડીમાં આવેલા નવા નિરમાં કેમિકલ યુક્‍ત અને દુર્ગંધ મારતા હોવાનું નજરે આવતા કાંઠા વિસ્‍તારની પ્રજામાં ભારે રોષ સાથે નારાજગી વ્‍યાપી જવા પામી છે. ટોકરખાડીનું ઉદ્ભવ સ્‍થાન સરીગામ જીઆઈડીસીમાંથી પસાર થાય છે. સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત કેટલીક બદમાશ કંપનીઓ નિયમિતપણે ગેરકાયદેસર રીતે પ્રદૂષિત પાણીનો નિકાલ કરતી હોય છે. નિકાલ કરવામાં આવેલું આ પ્રદૂષિત પાણી સરીગામ અને માંડા ત્‍યારબાદ વંકાસ અનેખતલવાડ થઈ  તડગામના દરિયા કિનારાને મળે છે. પસાર થયેલી આ ખાડીમાં ઘણી જગ્‍યાએ એકત્રિત થયેલો પ્રદૂષિત પાણીનો જથ્‍થો જોવા મળે છે. કંપનીઓ દ્વારા આ પ્રમાણેની કરવામાં આવતી બદમાસીનું વારંવાર ધ્‍યાન દોરવામાં આવે છે. પરંતુ પગલાં ભરવાની જવાબદારી નિભાવતા જીપીસીપીના પ્રાદેશિક અધિકારી કંપનીઓનો વાંકો વાળ કરી શકતા નથી. દર મહિને જીપીસીપી દ્વારા યોજવામાં આવતુ ઓપન હાઉસ માત્ર ફારસ છે. કારણ આ પ્રકારની બદમાશી કરતા કે આવી કંપનીઓને સાચવવાનું કામ કરતા એસઆઈએના અગ્રણીઓ સ્‍ટેજ ઉપર બેસીને પીઠબળ પૂરું પાડતા હોય છે. આ સમસ્‍યા ધીરે ધીરે ગંભીર અને વિકરાળ બની રહી છે. જેની પ્રજાએ નોંધ લેવાની આવશ્‍યકતા છે. આજરોજ ખતલવાડ પંચાયતના સભ્‍ય શ્રી ભદ્રેશભાઈ પંચાલ અને ગ્રામજનો સ્‍થળ ઉપર પહોંચી ટોકરખાડીમાંથી પસાર થયેલું પ્રદૂષિત પાણીના નમુના એકત્રિત કરી ભારે નારાજગી વ્‍યક્‍તિ કરી હતી. આ ઘટનાને પગલે કાંઠા વિસ્‍તારની તમામ પ્રજામાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. સરીગામ જીઆઈડીસીમાંથી પસાર થયેલી નહેર જેનું પાણી ખેતર અને પીવા માટે વપરાય છે એને પણ છોડવામાં આવતી નથી એની પણ નોંધ લેવી આવશ્‍યક જણાવી રહી છે.

Related posts

મોટી દમણની ભામટી પ્રાથમિક શાળામાં આનંદ અને ઉત્‍સાહ સાથે ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

…તો દમણ અને દીવની મુક્‍તિની માત્ર યાદો જ બાકી રહેશે

vartmanpravah

વાપી જુના એસ.ટી. ડેપોનું ડિમોલેશન કરાયું : નવો ડેપો બલીઠામાં હાઈવે પર બનાવવા માટે ઉઠેલી પ્રબળ માંગ

vartmanpravah

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

vartmanpravah

દમણ બાર એસોસિએશનના સંયુક્‍ત પ્રયાસથી દમણ કોર્ટ પરિસરમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત બીચ સાઈડ નાઈટ મેરેથોન : સમાજ કલ્‍યાણ સચિવ ભાનુ પ્રભા અને ડાયરેક્‍ટર જતિન ગોયલે લીલી ઝંડી બતાવી કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

Leave a Comment