Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડસેલવાસ

ઉદવાડાની શેઠ પી.પી.મિસ્ત્રી શાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ‘ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2022′ યોજાઈ

શાંતાબા અંગ્રેજી માધ્‍યમ સ્‍કૂલ ઉદવાડા બનેલી ચેમ્‍પિયનઃ દમણની શ્રીનાથજી સ્‍કૂલ બની રનર્સ અપ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : ઉદવાડા ખાતેની શેઠ પી.પી.મિષાસ શાળાના ઈન્‍ડોર હોલમાં નુમા ઈન્‍ડિયા સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 17 જેટલી શાળાના 350થી વધુ કરાટેના વિદ્યાર્થીઓએ જોશ અને હોંશથી ભાગ લીધો હતો.
અત્રે યાદ રહે કે, આ કરાટે સ્‍પર્ધા 6 વર્ષથી લઈને 18 વર્ષથી વધુની ઉંમરનાછોકરા અને છોકરીઓ માટે યોજવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં શાંતાબા અંગ્રેજી માધ્‍યમ સ્‍કૂલ ઉદવાડા ચેમ્‍પિયન બની હતી. જ્‍યારે દમણની શ્રીનાથજી સ્‍કૂલ રનર્સ અપ રહી હતી અને શેઠ પી.પી. મિષાી અંગ્રેજી માધ્‍યમ સ્‍કૂલ બીજી રનર્સ અપ ટ્રોફી મેળવવામાં સફળ રહી હતી.
આ સ્‍પર્ધામાં મુખ્‍ય અતિથિ તરીકે શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમ શાળાના પ્રિન્‍સિપાલ શ્રીમતી ધારા પટેલ, નુમા ગુજરાતના પ્રેસિડેન્‍ટ શ્રી ગન બહાદુર અને નુમા ઈન્‍ડિયાના ડાયરેક્‍ટર શ્રી આકાશ ઉદેશીના હસ્‍તે વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્‍યા હતા.
સ્‍પર્ધાને સફળ બનાવવા માટે નુમા ઈન્‍ડિયાના સેક્રેટર શ્રી અર્જુન ઉદેશી, શેઠ પી.પી. મિષાી અંગ્રેજી માધ્‍મય શાળાના કોચ નિકિતા ઉદેશી, ટીમ મેનેજર હેમાંગી અને સિનિયર રેફરી/જજિસ પાર્થ પારડીકર, શૈલીન ધોડી, પ્રિંસ અને સમગ્ર કરાટે ટીમનો સહયોગ રહ્યો હતો.

Related posts

ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન મતદાન મથકે અવર-જવર માટે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણો

vartmanpravah

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

દાનહઃ વાઘછીપાના જર્જરિત રસ્‍તાઓનું જિલ્લા કલેક્‍ટરે પોતાની ટીમ સાથે કરેલું નિરીક્ષણઃ રસ્‍તાઓના નવીનિકરણની સંભાવના

vartmanpravah

ગ્રીસ-હંગેરીમાં યોજાયેલ ઈન્‍ટરનેશનલ ફોલ્‍ક ડાન્‍સ ફેસ્‍ટીવલમાં વાપીના મહેક ગજેરા ગૃપે ડંકોવગાડયો

vartmanpravah

સંઘપ્રદેશમાં કોવિડ-19ના રોકથામ માટે આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા તકેદારીના પગલાં ‘‘કોરોના કો હરાના હૈ દો ગજ દુરી, માસ્‍ક ઔર હેન્‍ડ સેનિટાઈઝર હૈ જરૂરી”: ફરી ગુંજતો થયેલો મંત્ર

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે ચીખલી તાલુકામાં રૂા.14.74 કરોડ અને વાંસદા તાલુકાના ગામોમાં રૂા.4.49 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

Leave a Comment