July 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સામરવરણીમાં 14વર્ષીય તરુણીએ ગળે ફાંસો ખાઈ કરેલી આત્‍મહત્‍યા

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગરહવેલીના સામરવરણી પંચાયતના આંબાપાડામાં રહેતી અને ટોકરખાડા સેલવાસ ગુજરાતી મીડીયમમાં ભણતી 14વર્ષીય તરુણીએ અગમ્‍ય કારણસર પોતાના ઘરમાં જ ગળે ફાંસો લગાવી આત્‍મહત્‍યા કરી હોવાની માહિતી મળી છે.
પ્રાપ્ત વિગત અનુસાર સામરવરણી આંબાપાડા ખાતે રહેતી 14 વર્ષીય તરુણીએ જે હાલમાં ગુજરાતી મીડીયમ શાળા ટોકરખાડા સેલવાસમાં ધોરણ આઠમા ભણે છે હાલમાં સ્‍કૂલમાં પ્રથમ સત્રની પરીક્ષા ચાલે છે જેનું પેપર આપી પરત ઘરે ગઈ હતી તે સમયે ઘરમાં કોઈ નહીં હતું ત્‍યારબાદ ઘરમાં જ અગમ્‍ય કારણસર ગળે ફાસો ખાઈ આત્‍મહત્‍યા કરી લીધી હતી. તરૂણીની માતા જ્‍યારે ઘરે આવી ને જોયું તો એમની દીકરી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી તે જોતા આજુબાજુના લોકોને જાણ કર્યા બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી પોલીસની ટીમ આવી લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) માટે શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍ટિલમાં લઈ જવામાં આવી હતી. તરુણીએ કયા કારણસર અગમ્‍ય પગલુ ભર્યું તે હજી જાણી શકાયું નથી આ અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્‍ઝર્વર સાથે મહત્‍વપૂર્ણ બેઠક યોજાઈ

vartmanpravah

રાજ્યના ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામ પાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઈનની કામગીરીનું ખાતમુર્હુત કર્યું

vartmanpravah

સરકારી પોલીટેક્‍નિક કોલેજ દમણમાં ‘ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ’નો આરંભ

vartmanpravah

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

બલીઠા ચેકપોસ્‍ટથી પ્‍લાસ્‍ટીકની આડમાં રૂા.5.96લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત વાપીમાં વોલ પેઈન્‍ટીંગ આકર્ષણનું કેન્‍દ્ર બની

vartmanpravah

Leave a Comment