July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ફરી વળ્‍યા ઘૂંટણ સમા પાણી

પાલિકાએ જેસીબી દ્વારા નાળું નંખાવી પાણીનો કર્યો નિકાલ: હોટલ વિશ્રામના નવા ગેસ્‍ટ હાઉસના પીસીસીમાં નાળું પુરાઈ જતા ભરાયા પાણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23: ગત રાત્રી દરમિયાન સતત વરસી રહેલા વરસાદને લઈ પારડી સ્‍વાધ્‍યાય મંડળ રોડ ખાતે આવેલ સનરાઈઝ સ્‍કૂલના રસ્‍તા ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા 1થી 12 ધોરણના વિદ્યાર્થીઓને જાનના જોખમે સ્‍કૂલમાં પ્રવેશવા પડ્‍યું હતું.
આ અંગેની જાણ કિરણભાઈ પટેલને થતા તેઓએ તાત્‍કાલિક પારડી નગરપાલિકાને જાણ કરતા પારડી નગરપાલિકાનો સ્‍ટાફ તાત્‍કાલિક જેસીબી લઈ સ્‍થળ પર પહોંચી જઈ નવા નાળા નાખીસ્‍કૂલમાંથી બાળકોને રજા મળે તે પહેલા પાણીનો નિકાલ કરી તમામ બાળકો સહી સલામત ઘરે પહોંચે એવી વ્‍યવસ્‍થા કરી દેવામાં આવી હતી.

આ અંગે સ્‍કૂલની નજદિક જ રહેતા અને સામાજિક કાર્યકર એવા કિરણભાઈ પટેલે જણાવ્‍યું હતું કે આજ સુધી અહીં પાણી ભરાવાની કોઈ સમસ્‍યા ઉદભવી ન હતી પરંતુ સ્‍કૂલ નજીક આવેલ હોટલ વિશ્રામે નવું ગેસ્‍ટ હાઉસ બનાવી પીસીસી કરતા આ પીસીસીમાં પાણી નિકાલ થવાનું નાળું પુરાઈ જતા અહીં પાણી ભરાવાની સમસ્‍યા ઉદભવી હતી જે પારડી નગર પાલિકા દ્વારા નવું નાળું નાખી દૂર કરવામાં આવી છે.

Related posts

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ કલા મહોત્‍સવમાં ઝળક્‍યા

vartmanpravah

અંડર-19 રાજ્‍યકક્ષા કુસ્‍તી સ્‍પર્ધામાં સારસ્‍વત સ્‍કૂલ વિજેતા

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત સંચાલિત ખારીવાડ સરકારી પ્રાથમિક શાળામાં લાગેલી આગ

vartmanpravah

શિક્ષણ સચિવ, અંકિતા આંનદ અને શિક્ષણ નિયામક નિલેશ ગુરવના માર્ગદર્શન સંઘપ્રદેશ થ્રીડી શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અંતર્ગત દિવ્‍યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં પત્રકાર વેલફેર એસોસિએશન દ્વારા ચોથો મીડિયા એવોર્ડ 2024 યોજાયો

vartmanpravah

Leave a Comment