(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: દાદરા નગર હવેલીના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભાની અધ્યક્ષતામાં જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજનાનું સક્રિય રીતે કાર્યાન્વયન થાય તે સંબંધમાં આજે સેલવાસ ખાતે જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન પંચાયત કાર્યાલયની દીવાલ ઉપર બાલિકાઓ ગુડ્ડી-ગુડ્ડાના હાથમાં પુસ્તક દર્શાવતી રંગબેરંગી પેઈન્ટિંગ બનાવવી અને ગામમાં જન્મ લેનાર છોકરીઓ અને છોકરાઓની સંખ્યા દર્શાવવા જેના આંકડા આરોગ્ય વિભાગ પાસેથી મેળવવા, ‘બેટી બચાવો, બેટીપઢાવો’ અને દીકરી વિકાસ યોજના માટે આઈઈસી ગતિવિધિ, બીબીબીપી અને દીકરી વિકાસ યોજના અંગે જાગૃતિ ફેલાવવા માટે એવી જગ્યા કે જ્યાં લોકોની ભારે ભીડ જામતી હોય ત્યાં વિશ્વાસ આધારિત સંગઠન બેઠકોનું આયોજન કરવા મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતોને પણ નિર્દેશિત કરવામાં આવ્યા કે ગામમાં ચલાવવામાં આવેલ જાગૃતિ અંગેની ગતિવિધિઓને રોસ્ટર અને માસિક કેલેન્ડર બનાવવામાં આવે. દરેક પંચાયત વિસ્તારમાં પ્રત્યેક કન્યાના જન્મ ઉપરાંત પરિવાર દ્વારા ગ્રામ પંચાયત અને વન વિભાગના સમન્વય દ્વારા સાર્વજનિક બગીચાઓ, સામુદાયિક સ્થળ, ખાનગી બાગ-બગીચાઓમાં અથવા અન્ય કોઈપણ સ્થળ પર ફળ આપતા જેટલા વૃક્ષો રોપવામાં આવે.