Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશ

‘લક્ષદ્વીપના વિકાસ માટે ભારત સરકાર પ્રતિબદ્ધ’: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી

લક્ષદ્વીપની જીવનરેખા બંદરોના વિકાસની સાથે વિવિધ માળખાગત સુવિધા વધારવાની બાબતમાં પણ સરકાર સક્રિયઃ ટુના મચ્‍છીની નિકાસ સહિત આઈસપ્‍લાન્‍ટ અને સી-ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રે વધેલી અનેક સંભાવના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) અગાતી, તા.02: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે લક્ષદ્વીપના પ્રવેશ દ્વાર અગાતી ખાતે પ્રદેશના લોકોને સંબોધન કરી વર્તમાન મોદી સરકાર માટે દેશના તમામ રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ સરખા મહત્‍વના હોવાની સાથે નાનામાં નાના પ્રદેશના પણ સર્વાંગી વિકાસ માટે પ્રતિબધ્‍ધ હોવાની પ્રતિતિ સમગ્ર દેશને કરાવી હતી.
પ્રારંભમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે અગાતી એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રીશ્રીનું પુષ્‍પગુચ્‍છ દ્વારા ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું અને કાર્યક્રમમાં લક્ષદ્વીપના લોકો વતી એક સ્‍મૃતિ ભેટ પણ આપી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લક્ષદ્વીપમાં અગાતી એરપોર્ટ પર તેમના આગમન પછી તરત જ એક જાહેર કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીનું રાત્રિરોકાણ લક્ષદ્વીપમાં થશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીએ લક્ષદ્વીપની પ્રચૂર સંભાવનાઓની નોંધ લીધી હતી અને સ્‍વતંત્રતા પછી લક્ષદ્વીપે જે લાંબા સમયથી ઉપેક્ષાનો સામનો કરવો પડયો હતો તેની તરફ ધ્‍યાન દોર્યું હતું. તેમણે આ વિસ્‍તારની જીવનરેખા હોવા છતાં બંદરની નબળી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો. આ બાબત શિક્ષણ, આરોગ્‍ય અને પેટ્રોલ-ડીઝલને પણ લાગુ પડે છે, એમ તેમણે જણાવ્‍યુંહતું. તેમણે કહ્યું કે હવે સરકારે તેના વિકાસનું કાર્ય યોગ્‍ય ગંભીરતાથી ઉપાડયું છે. તેમણે કહ્યું હતું કે, ‘અમારી સરકાર દ્વારા આ તમામ પડકારોને દૂર કરવામાં આવી રહ્યા છે.’
પ્રધાનમંત્રીશ્રી મોદીએ છેલ્લાં 10 વર્ષ દરમિયાન અગાતીમાં અનેક વિકાસલક્ષી પરિયોજનાઓ પૂર્ણ થઈ હોવાની જાણકારી આપી હતી અને ખાસ કરીને માછીમારો માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એ હકીકતને પણ સ્‍પર્શી હતી કે હવે અગાતી પાસે એરપોર્ટ તેમજ આઇસ પ્‍લાન્‍ટ છે. પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આને કારણે સીફૂડની નિકાસ અને સીફૂડ પ્રોસેસિંગ સાથે સંબંધિત ક્ષેત્ર માટે નવી શક્‍યતાઓ ઊભી થઈ છે. તેમણે લક્ષદ્વીપમાંથી ટુના માછલીની નિકાસની શરૂઆતનો ઉલ્લેખ કર્યો હતો, જેણે લક્ષદ્વીપનાં માછીમારોની આવક વધારવાનો માર્ગ પણ મોકળો કર્યો છે.
આજની વિકાસ પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીશ્રીએ લક્ષદ્વીપની વીજળી અને ઊર્જાની અન્‍ય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે સૌર પ્‍લાન્‍ટ અને ઉડ્ડયન ઇંધણ ડેપોના ઉદ્‌ઘાટનનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીશ્રીએ અગાતી ટાપુ પર તમામ ઘરોમાં પાણીના જોડાણોની સંતૃપ્તિ વિશે માહિતી આપી હતી અને ગરીબો માટે ઘર, શૌચાલયો, વીજળી અને રાંધણ ગેસ સુનિヘતિ કરવા માટે સરકારનાં પ્રયાસોનો પુનરોચ્‍ચાર કર્યોહતો. ‘ભારત સરકાર અગાતી સહિત સમગ્ર લક્ષદ્વીપના વિકાસ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે.’ એમ શ્રી મોદીએ લક્ષદ્વીપના લોકો માટે વધુ વિકાસ યોજનાઓ માટે કવરત્તીમાં આયોજિત આવતીકાલના કાર્યક્રમનો ઉલ્લેખ કરીને તેમના ભાષણના સમાપનમાં જણાવ્‍યું હતું.
પાર્શ્વ ભાગ
લક્ષદ્વીપની તેમની આ યાત્રામાં પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી 1150 કરોડ રૂપિયાથી વધુના મૂલ્‍યની વિકાસ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન, લોકાર્પણ અને શિલાન્‍યાસ કરશે.
એક પરિવર્તનકારી પગલામાં, પ્રધાનમંત્રીશ્રીએ કોચી લક્ષદ્વીપ ટાપુઓ સબમરીન ઓપ્‍ટિકલ ફાઇબર કનેક્‍શન (કેએલઆઈ એસઓએફસી) પ્રોજેક્‍ટ શરૂ કરીને લક્ષદ્વીપ ટાપુમાં ધીમી ઇન્‍ટરનેટ ગતિના પડકારને પહોંચી વળવાનો સંકલ્‍પ કર્યો હતો અને લાલ કિલ્લા પર ઓગસ્‍ટ 2020માં સ્‍વતંત્રતા દિવસના ભાષણમાં તેની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્‍ટ હવે પૂર્ણ થઈ ગયો છે અને તેનું ઉદ્‌ઘાટન પ્રધાનમંત્રી કરશે. તેનાથી ઈન્‍ટરનેટ સ્‍પીડમાં 100 ગણો (1.7 જીબીપીએસથી 200 જીબીપીએસ સુધીનો) વધારો થશે. આઝાદી પછી પહેલીવાર લક્ષદ્વીપને સબમરીન ઓપ્‍ટિક ફાઇબર કેબલના માધ્‍યમથી જોડવામાં આવશે. સમર્પિત સબમરીન ઓએફસી લક્ષદ્વીપ ટાપુઓમાં સંચાર માળખાગત સુવિધામાં આમૂલ પરિવર્તનની ખાતરી આપશે, જે ઝડપી અને વધારે વિશ્વસનીય ઇન્‍ટરનેટ સેવાઓ,ટેલિમેડિસિન, ઇ-ગવર્નન્‍સ, શૈક્ષણિક પહેલો, ડિજિટલ બેંકિંગ, ડિજિટલ ચલણનો ઉપયોગ, ડિજિટલ સાક્ષરતા વગેરેને સક્ષમ બનાવશે.
પ્રધાનમંત્રીશ્રી કદમત ખાતે લૉ ટેમ્‍પરેચર થર્મલ ડિસેલિનેશન (એલટીટીડી) પ્‍લાન્‍ટ દેશને અર્પણ કરશે. જેનાથી દરરોજ 1.5 લાખ લીટર શુદ્ધ પીવાનું પાણી પેદા થશે. પ્રધાનમંત્રીશ્રી અગાતી અને મિનિકોય ટાપુઓનાં તમામ ઘરોમાં ફંક્‍શનલ હાઉસહોલ્‍ડ ટેપ કનેક્‍શન્‍સ (એફએચટીસી) પણ દેશને અર્પણ કરશે. લક્ષદ્વીપના ટાપુઓમાં પીવાલાયક પાણીની ઉપલબ્‍ધતા હંમેશા પડકારરૂપ રહી છે, કારણ કે પરવાળાનો ટાપુ હોવાના કારણે તેની પાસે ભૂગર્ભ જળની ઉપલબ્‍ધતા ખૂબ જ મર્યાદિત છે. આ ડ્રિન્‍કિંગ પ્રોજેક્‍ટ્‍સ ટાપુઓની પ્રવાસન ક્ષમતાને મજબૂત કરવામાં પણ મદદરૂપ થશે, જે સ્‍થાનિક રોજગારીની તકોમાં વધારો કરશે.
રાષ્ટ્રને સમર્પિત અન્‍ય પ્રોજેક્‍ટ્‍સમાં કવરત્તી ખાતેનો સૌર ઊર્જા પ્‍લાન્‍ટ સામેલ છે, જે લક્ષદ્વીપનો સૌપ્રથમ બેટરી સમર્થિત સૌર ઊર્જા પ્રોજેક્‍ટ છે. તે કવરત્તી ખાતે ઇન્‍ડિયા રિઝર્વ બટાલિયન (આઇઆરબીએન) કોમ્‍પ્‍લેક્‍સમાં ડિઝલ આધારિત પાવર જનરેશન પ્‍લાન્‍ટ અને નવા વહીવટી બ્‍લોક અને 80 મેન બેરેક પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી કાલપેનીમાં પ્રાથમિક આરોગ્‍ય સંભાળ સુવિધાના નવીનીકરણ અને એન્‍ડ્રોથ, ચેતલટ, કદમત,અગાતી અને મિનિકોયના પાંચ ટાપુઓ પર પાંચ આદર્શ આંગણવાડી કેન્‍દ્રો (નંદ ઘર)ના નિર્માણ માટે શિલારોપણ કરશે.

Related posts

વાપીમાં રમાબાઈ મહિલા બ્રિગેડ દ્વારા સાવિત્રીબાઈ ફુલે અને ફાતિમા શેખની જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

દીવ ખાતે ગૃહમંત્રી અમિતભાઈ શાહને વધાવવા યોજાયેલી ઐતિહાસિક સભા- સંઘપ્રદેશના વિકાસનો પ્રકાશઃ 2024ના વિજય સંકલ્‍પનો જયઘોષ

vartmanpravah

દમણની રોયલ ડિસ્‍ટલરીમાં વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

ઉમરગામથી ચંદ્રકલાબેન ગુમ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

vartmanpravah

Leave a Comment