Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચોરોને શોધવા નીકળેલ વલસાડ એલસીબીને બુટલેગરો મળ્‍યા

સારણથી એલસીબીએ ચાર બાઈક અને દારૂ મળી કુલ 2,46,800 નો મુદ્દામાલ કબજે લીધો: એકની ધરપકડ, ત્રણ વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: છેલ્લા બે દિવસ અગાઉ રાત્રિ દરમિયાન પારડી પોણીયા વિસ્‍તારમાં રાત્રિ દરમિયાન કેટલાક ઈસમો એક મકાનમાં ઘર ફોડ ચોરીનો પ્રયાસ કરી રહ્યા હોવાનો બનાવ બનવા પામ્‍યો હતો. જેને લઈ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર પારડી પોલીસ અને એલસીબી ટીમ સંયુક્‍ત રીતે પારડી પોલીસ હદ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં ફરતા હતા. જે દરમિયાન બપોરે અગિયારેક વાગ્‍યે દમણ ખાતેથી ખાડીના માર્ગે ગેરકાયદેસર દારૂનો જથ્‍થો લાવી પારડીના સારણ ગામે વૃંદાવન ગાર્ડન પાછળ આવેલી ખુલ્લી જગ્‍યામાં એકત્ર કરી ખેપિયાઓ મોપેડ અને બાઇક પર અલગ અલગવિસ્‍તારમાં લઈ જવાની તૈયારી કરતા હોવાની બાતમી મળતા તેઓ તાત્‍કાલિક બાતમી વાળા સ્‍થળે છાપો મારતા પોલીસને જોઈ ત્રણ મોપેડ અને એક બાઈક પર દારૂનો જથ્‍થો મુક્‍તા ચાર ઈસમોમાં ભાગ દોડ મચી ગઈ હતી. જેમાં ત્રણ ઈસમો ભાગવામાં સફળ રહ્યા હતા. જ્‍યારે એક દિલિપ લલ્લુભાઈ હળપતિ ઉવ 36 રહે.પારડી ઓરવાડ ઢેઢ ફળિયાને ઝડપી પાડ્‍યો હતો. અને પોલીસે સ્‍થળ પરથી એક્‍સેસ મોપેડ નં.જીજે-15-ડીઆર-8892, કિંમત રૂા.30,000/-જ્‍યુપીટર મોપેડ નં.જીજે-15-ઈબી-3243 કિંમત રૂા.30,000/-, બીજી એક એક્‍સેસ મોપેડ નં.જીજે-15-ડીજે-4630 કિંમત રૂા.30,000/- તેમજ વગર નંબરની હોન્‍ડા એક્‍સ બ્‍લેન્‍ડ જેની કિંમત રૂા.50,000/- મળી ચારેય વાહનોની કિંમત રૂા.1,40,000/- કબજે લઈ વિદેશી દારૂની પેટી નંગ 19 જેમાં બોટલ નંગ 720 જેની કિંમત રૂા.1,06,800નો દારૂ મળતા દારૂ અને ચાર વાહનો મળી કુલ રૂપિયા 2,46,800નો મુદ્દામાલ કબ્‍જે લઈ ભાગી છૂટેલા ત્રણ ઈસમોને પારડી પોલીસે વોન્‍ટેડ જાહેર કર્યા છે.

Related posts

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

vartmanpravah

સાપુતારા નજીક ઘાટમાં મહારાષ્‍ટ્ર એસ.ટી. બસ ખીણમાં ખાબકી : એક મહિલાનું કરુણ મોત

vartmanpravah

બિનહરિફ ચૂંટાયેલી વી.આઈ.એ.ની ઈ.સી. કમિટી મે મહિનામાં ચાર્જ સંભાળશે : નવી ટીમની રચના કરાશે

vartmanpravah

ખુડવેલ મુખ્‍ય માર્ગ ઉપર નડતર વૃક્ષો દૂર કરાતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

vartmanpravah

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

Leave a Comment