October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રેસર્સ ગૃપ દ્વારા કલર રન સાથે મેરેથોન યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડમાં આ વર્ષે પણ હોળી અને ધૂળેટીનો ઉત્‍સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. જેમાં સ્‍વાસ્‍થ્‍ય પ્રેમી વલસાડ રેસર્સ ગૃપ દ્વારા તિથલ દરિયા કિનારે 5 કિમીની કલર રન સાથે ધૂળેટીની ઉજવણી થઇ હતી.
વલસાડમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ રેસર્સ ક્‍લબ દ્વારા ધૂળેટી સાથે સ્‍વાસ્‍થ્‍યનો સંદેશ ફેલાવવા કલર રનનું આયોજન કર્યું હતુ. જેમાં રેસર્સ ક્‍લબના સભ્‍યો તેમજ અન્‍ય સ્‍વાસ્‍થ્‍ય પ્રેમીઓ તિથલ સ્‍વામિનારાયણ મંદિરથી સાઁઇ મંદિર થઈ પરત થયા હતા. આ દોડમાં પત્રકાર અપૂર્વ પારેખ, હર્ષદ આહીરે ફલેગ ઓફ કરી દોડ શરૂ કરવી હતી. ત્‍યારબાદ દોડવીરોએ એક બીજા પર રંગોની છોળો ઉછાળી ધૂળેટીનો ઉત્‍સવ મનાવ્‍યો હતો અને ચા નાસ્‍તો કરી છૂટા પડ્‍યા હતા. આ આયોજન પાછળ નિતેષ પટેલ અને યતીન પટેલે મહત્‍વનો ભાગ ભજવ્‍યો હતો. રનમાં રેસર્સ ગૃપના કોર સભ્‍ય ડો. સંજીવ દેસાઈએ આગેવાની કરી હતી. જેમાં ઉદ્યોગપતિ, વેપારીઓ, પત્રકારો તેમજ અન્‍ય બાળકો, મહિલાઓ અને પુરુષો જોડાયા હતા.

Related posts

ધરમપુરમાં વર્ષો પહેલા હોળી વખતે રમાતી લુપ્ત થઈ ગયેલી પારંપરિક રમત આટયા પાટયા(હીર પાટા) આ વર્ષે હોળીનાં તહેવારમાં ફરી એક વાર રમાઈ

vartmanpravah

ચીખલીના બામણવેલમાં જીપીસીબી અને જિલ્લા ક્‍વોરી એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

એલ એન્‍ડ ટી કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: પોતે જ ગાડી ચોરી અન્‍ય ડ્રાઇવરને ગાડી ચોરાઈ હોવાની જાણ કરતો ડ્રાઈવર

vartmanpravah

કપરાડા માંડવામાં ખેરનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે ચાર્મી પારેખે સંભાળ્‍યો ચાર્જ

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા 63 મેડિકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment