January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિઓએ ડીપીએલ-3માં પહોંચી ખેલાડીઓનો વધારેલો ઉત્‍સાહ

ડીપીએલ-3ના આયોજક જીજ્ઞેશભાઈ પટેલે તમામનું કરેલું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16: દમણ જિલ્લા સહિત સમગ્ર પ્રદેશમાં આકર્ષણનું કેન્‍દ્ર બનેલ ડીપીએલ-3ના રોમાંચક મુકાબલાને નિહાળવા અને આયોજકોનો હોંશલો બુલંદ કરવા માટે વિવિધ સમાજના આગેવાનો પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્‍ટેડિયમ ખાતે આવી રહ્યા છે. જેમાં આજે શ્રી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના આગેવાનોએ પણ મુલાકાત લઈ ક્રિકેટ ટૂર્નામેન્‍ટને નિહાળી હતી.
દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રતિનિધિ મંડળમાં સમાજના પૂર્વ અધ્‍યક્ષો સર્વશ્રી મહેશભાઈ આગરિયા, શ્રી રણજીતભાઈ દમણિયા, શ્રી રમેશભાઈદમણિયા, શ્રી ભરતભાઈ દમણિયાનો સમાવેશ થતો હતો. જેમાં ભામટી પ્રગતિ મંડળના અધ્‍યક્ષ શ્રી કિશોરભાઈ દમણિયા, શ્રી વિનોદભાઈ આગરિયા, શ્રી ગણપતભાઈ રાઠોડ, શ્રી જયંતિભાઈ પટેલ, શ્રી અમ્રતભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ દમણિયા, શ્રી અરવિંદભાઈ આગરિયા, શ્રી નિમેષભાઈ દમણિયા, શ્રી ધર્મેન્‍દ્રભાઈ રસુલિયા, શ્રી હિતેશભાઈ મિષાી, શ્રી કલ્‍પેન્‍દ્ર રાઠોડ, શ્રી શૈલેન્‍દ્ર રાઠોડ, શ્રી મહેશ દમણિયા, શ્રી પ્રવિણ રાઠોડ, શ્રી દિપક રાઠોડ, શ્રી દિપિન દમણિયા, શ્રી મયુર રસુલિયા, શ્રી સનજીત, શ્રી વિશાલ રાઠોડ, શ્રી રાજ પટેલ, શ્રી રિતેશ દમણિયા તથા શ્રી કાંતિભાઈ દમણિયા સહિત આગેવાનોનો સમાવેશ થતો હતો.
આ પ્રસંગે ડીપીએલ-3ના આયોજક અને પ્રદેશ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશભાઈ પટેલે તમામ ઉપસ્‍થિતોનું ભાવભીનું સ્‍વાગત કર્યું હતું.

Related posts

રોટરી રેન્‍જર વલસાડ દ્વારા આઇકોનિક ટીચર એવોર્ડ સમારોહ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસે સાઈબર ક્રાઈમ ફ્રોડના રૂા.1.30 કરોડ રૂપિયા પરત અપાવ્‍યા

vartmanpravah

વાપીમાં ગણેશ આયોજકોનું કલેક્‍ટર દ્વારા સન્‍માન કરાયું: પ્રથમ, દ્વિતિય, તૃતિય વિજેતા જાહેર કરાયા

vartmanpravah

રીવર લીંક પ્રોજેક્‍ટની વિરોધ રેલીમાં ધરમપુરમાં આદિવાસીઓનું ઘોડાપુર ઉમટયુ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment