January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાપુતારા નજીક ઘાટમાં મહારાષ્‍ટ્ર એસ.ટી. બસ ખીણમાં ખાબકી : એક મહિલાનું કરુણ મોત

બસ સપ્તશ્રૃંગી માતાજીના મંદિરે જતી હતી ત્‍યારે મહારાષ્‍ટ્રની હદમાં સર્જાયેલ અકસ્‍માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: સાપુતારા નજીક મહારાષ્‍ટ્રની હદમાં આજે સપ્તશ્રંૃગી માતાજીના મંદિરે જઈ રહેલી બસ અચાનક ચાલકે ઘાટ ઉપર સ્‍ટેરિંગ પર કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકતા કરુણ અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં એક મહિલાનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું.
સાપુતારા નજીક મહારાષ્‍ટ્રની હદમાં મહારાષ્‍ટ્ર પરિવહનની એસટી બસ આજે સપ્તશ્રંૃગી માતાજીના મંદિરેજઈ રહી હતી ત્‍યારે ઘાટ ઉપર ચાલકે કાબુ ગુમાવતા બસ ખીણમાં ખાબકી હતી. ચિક્કાર ભરેલી બસમાં લોકો ચિસાચીસ પાડી ઉઠયા હતા. જો કે અકસ્‍માતમાં એક મહિલાનું કરુણ મોત થયું હતું તેમજ અન્‍ય મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એમ્‍બ્‍યુલન્‍સો દ્વારા ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્‍પિટલમાં ખસેડાયા હતા.

Related posts

વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરનાર વલસાડ શહેરના શ્રેષ્ઠ નાગરિકોનું સન્‍માન કરાયું

vartmanpravah

ગુરૂવારની મોડી રાત્રિએ પડેલા ધોધમાર વરસાદના કારણે ખાનવેલ-દૂધની રોડ પર ખાડામાં પડેલી ઈલેક્‍ટ્રીક બસને ક્રેન વડે બહાર કઢાઈ

vartmanpravah

ધરમપુર સ્‍વર્ગવાહિની નદી ટુ વ્‍હીલરથી ક્રોસ કરવા જતા યુવાન તણાયો

vartmanpravah

સંઘપ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત દેશના રાષ્‍ટ્રપતિ નરોલી ગામમાં પોતાના પગલાં પાડશે

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર ચાલુટ્રેનમાં ચઢવા જતા પડી ગયેલા મુસાફરનો દેવદૂત બની કોન્‍સ્‍ટેબલે જીવ બચાવ્‍યો

vartmanpravah

દાનહના નરોલીમાં લૂંટમાં સામેલ આરોપીની ધરપકડઃ એક મોબાઈલ અને મોપેડ જપ્ત કરાયું

vartmanpravah

Leave a Comment