Vartman Pravah
Breaking Newsપારડી

ઉમરસાડીની 19 વષીય યુવતી ગુમ : કોલેજ તથા કોમ્‍પ્‍યુટર કલાસમાં જવા નીકળેલ યુવતી ઘરે પરત નહી ફરતા માતાએ નોંધાવેલી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02
પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડમાં મંદિર સ્‍ટ્રીટમાં રહેતી નિરાલી હરીશભાઈ ટંડેલ ઉ.વ.19 પારડી ખાતે આવેલ જે.પી.પી. આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં એસ.વાય.બી.કોમમાં અભ્‍યાસ કરે છે અને સાથે સાથે કોલેજ બાદ સેન્‍ટર પોઈન્‍ટ ખાતે કોમ્‍પ્‍યુટર કલાસ કરી સાંજે ઉમરસાડી ખાતે ઘરે જાય છે.
ગત તા.1.12.2021 ના રોજ પણ નિરાલી કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ મોડી સાંજ થવા છતાં ઘરે પરત નહી ફરતા તેની માતાએ તપાસ કરવા પિતા હરીશભાઈને પારડી મોકલ્‍યા હતા. તપાસ દરમ્‍યાન નિરાલી કોલેજતથા કોમ્‍પ્‍યુટર કલાસ બન્ને જગ્‍યાએ ગઈ ન હોય તેનો મોબાઈલ દ્વારા કોન્‍ટેક કરતા મોબાઈલ પણ સ્‍વીચ ઓફ આવતો હોય મિત્રો, સબંધીઓ, સગાઓ તથા આજુબાજુ દરેક જગ્‍યાએ તપાસ કરવા છતાં નિરાલી મળી ન આવતા તેની માતાએ પારડી પોલીસ મથકે પોતાની છોકરી નિરાલી ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.

Related posts

દાદરા નગર હવેલીમાં બુધવારે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં પહેલી વખત યોજાયો રંગોત્‍સવઃ વિદ્યાર્થીઓની કલાત્‍મક પ્રતિભા અને રચનાત્‍મકતાનો મળેલો પરિચય

vartmanpravah

દાનહ-સામરવરણી પંચાયત ખાતે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી અપાઈ

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ દમણ અને દાનહના વિકાસને જોઈ પ્રભાવિત ‘‘પ્રફુલ પટેલ નામ હી કાફી હૈ, નામ કા મતલબ કામઃ પ્રદેશના થયેલા અદ્‌ભૂત વિકાસ ઉપર ઉપ રાષ્‍ટ્રપતિની મહોર

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે દમણવાડા ગ્રા.પં.માં માતૃ અને વિદ્યા શક્‍તિ’નો સાક્ષાત્‍કાર

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ટેનિસ એસો. દ્વારા થ્રીડી ઓપનટેનિસ ટુર્નામેન્‍ટનું કરાયેલું આયોજન : મોટી દમણ ફોર્ટ એરિયાના ટેનિસ કોર્ટમાં થયેલો પ્રારંભઃ 30થી વધુ ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ

vartmanpravah

Leave a Comment