(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.02
પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડમાં મંદિર સ્ટ્રીટમાં રહેતી નિરાલી હરીશભાઈ ટંડેલ ઉ.વ.19 પારડી ખાતે આવેલ જે.પી.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એસ.વાય.બી.કોમમાં અભ્યાસ કરે છે અને સાથે સાથે કોલેજ બાદ સેન્ટર પોઈન્ટ ખાતે કોમ્પ્યુટર કલાસ કરી સાંજે ઉમરસાડી ખાતે ઘરે જાય છે.
ગત તા.1.12.2021 ના રોજ પણ નિરાલી કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ મોડી સાંજ થવા છતાં ઘરે પરત નહી ફરતા તેની માતાએ તપાસ કરવા પિતા હરીશભાઈને પારડી મોકલ્યા હતા. તપાસ દરમ્યાન નિરાલી કોલેજતથા કોમ્પ્યુટર કલાસ બન્ને જગ્યાએ ગઈ ન હોય તેનો મોબાઈલ દ્વારા કોન્ટેક કરતા મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હોય મિત્રો, સબંધીઓ, સગાઓ તથા આજુબાજુ દરેક જગ્યાએ તપાસ કરવા છતાં નિરાલી મળી ન આવતા તેની માતાએ પારડી પોલીસ મથકે પોતાની છોકરી નિરાલી ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.