October 14, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-સામરવરણી પંચાયત ખાતે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
દાનહના ખરડપાડા ગામે આવેલ રૂબર્ન ક્‍લીનટેક પ્રાઇવેટ લીમીટેડ કંપની દ્વારા સામરવરણી પંચાયત ખાતે ગામના ખેડૂતો માટે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી આપવામા આવી હતી. જેનો ઉદેશ્‍ય સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ દ્વારા કમ્‍પોઝ ખાતર બનાવવામાં આવે છે જેને ઓછામાં ઓછા ભાવે ખેડૂતોને ખાતર મળી રહે.
આ કમ્‍પોઝ ખાતરમાં કોઈપણ જાતનું કેમિકલનો ઉપયોગ કરવામા આવતો નથી. જેનાકારણે ખેતરોને નુકસાન પણ થતું નથી અને પાકોને પણ ફાયદો થાય છે. આ જે કમ્‍પોઝ બને છે તે ઘરના રસોડામાંથી નીકળતો કચરામાંથી બને છે જે સંપૂર્ણ ઓર્ગેનિક છે.
કંપનીના ડાયરેક્‍ટર મનિષા શર્માએ જણાવ્‍યું હતું કે યુરિયા અને ડાય ખાતર જે ખેડૂતોને 25થી 30 રૂપિયા કિલો પડે છે તેની સામે આ ઓર્ગેનિક ખાતર સ્‍થાનિક ખેડૂતોને ફક્‍ત અઢી રૂપિયા કિલોના ભાવે મળશે અને જો વધારે પ્રમાણમાં વેચાણ થશે તો હજુપણ ભાવ ઓછો કરવામા આવશે. ગામના સરપંચ કળતિકાબેને જણાવ્‍યું હતું કે આ ખાતર ખેડૂતો માટે ફાયદાકારક છે જેથી એનો ઉપયોગ વધુમાં વધુ પ્રમાણમા કરો અને સારા પ્રમાણમાં ઉત્‍પાદન મેળવી શકાશે.
કાર્યક્રમના અંતમા ખેડૂતોને ઓર્ગેનિક ખાતરના સેમ્‍પલો મફતમાં વિતરિત કરવામા આવ્‍યા હતા.આ અવસરે રૂબર્ન ક્‍લીનટેક પ્રા.લી કંપનીના ડાયરેક્‍ટર મનિષા શર્મા, પ્રોજેક્‍ટ હેડ નાગાર્જુન રેડ્ડી, આસિસ્‍ટન્‍ટ મેનેજર રાધા ઝા, ગામના સરપંચ કળતિકા પટેલ સહિત ગામના ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઇ

vartmanpravah

ચીખલીમાં વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

વાપી ટાઉન પોલીસે ટુ-વ્‍હીલર ચોરતી-ખરીદતી ગેંગના છ આરોપી ઝડપી 3 વાહનો કબ્‍જે કર્યા

vartmanpravah

ચીખલીથી અંજલીબેન ગુમ થયા

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરાયું

vartmanpravah

સેલવાસ ડોકમરડી ખાડી-દમણગંગા નદીમાં જળકુંભીનું વધેલું પ્રમાણ

vartmanpravah

Leave a Comment