April 30, 2024
Vartman Pravah
Breaking Newsદીવ

નહેરુ યુવા કેન્‍દ્ર દીવ દ્વારા જિલ્લા કક્ષાની વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.13
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ નહેરુ યુવા કેન્‍દ્ર દીવ દ્વારા બ્‍લોક રિસોર્સ સેન્‍ટર, દીવ ખાતે જિલ્લા કક્ષાની વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેની થીમ દેશભક્‍તિ અને રાષ્‍ટ્ર નિર્માણ ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ જેની થીમ હતી. જિલ્લા કક્ષાએ પસંદ કરાયેલા 10 સ્‍પર્ધકોમાંથી 6 સ્‍પર્ધકોએ આ સ્‍પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયકની ભૂમિકામાં શ્રી મનીષ સ્‍માર્ટ, રમતગમત અધિકારી, રમતગમત વિભાગ, દીવ, શ્રી માનસિંગ બામણિયા, શિક્ષક સહ બી.આર.સી. સર્વ શિક્ષા, શ્રીમતી પ્રતિભા સ્‍માર્ટ ટીચર, ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડાએ તેમની સેવાઓ આપી હતી.
ચાર રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવકો દિપાલી બામણિયા, મોનિકા સોલંકી, જાગળતિ સોલંકી, ભાગ્‍યશ્રી દ્વારા શ્રી વિકાસ કુમાર, એકાઉન્‍ટ્‍સ એન્‍ડ પ્રોગ્રામ આસિસ્‍ટન્‍ટ, નેહરુ યુવા કેન્‍દ્ર દીવના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાંપ્રથમ, દ્વિતીય, તળતીય ક્રમે વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રનું ઈનામ આપવામાં આવ્‍યા હતા.

Related posts

પરિયારી ગ્રામ પંચાયત કાર્યાલય અને આયુષ્‍માન ભારત હેલ્‍થ એન્‍ડ વેલનેસ સેન્‍ટરની મુલાકાત લેતા પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાનાવિદ્યાર્થીઓ

vartmanpravah

બુલેટ ટ્રેન, એક્‍સપ્રેસ હાઈવે, ગોલ્‍ડન કોરીડોર જેવા મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સથી વલસાડ જિલ્લો-સંઘ પ્રદેશ ચંગા ચંગા

vartmanpravah

દીવ જિલ્લામાં ઝોલાવાડી અને દાનહમાં રખોલી ગ્રામ પંચાયતને જિલ્લાની સ્‍વચ્‍છ ગ્રામ પંચાયતનો એનાયત થયેલો એવોર્ડ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

મતદાન જાગળતિ માટે જિલ્લાની શાળાઓમાં રંગોળી-મહેંદી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા યોજાયેલી ગરબાની સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment