(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.13
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ નહેરુ યુવા કેન્દ્ર દીવ દ્વારા બ્લોક રિસોર્સ સેન્ટર, દીવ ખાતે જિલ્લા કક્ષાની વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની થીમ દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણ ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ જેની થીમ હતી. જિલ્લા કક્ષાએ પસંદ કરાયેલા 10 સ્પર્ધકોમાંથી 6 સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયકની ભૂમિકામાં શ્રી મનીષ સ્માર્ટ, રમતગમત અધિકારી, રમતગમત વિભાગ, દીવ, શ્રી માનસિંગ બામણિયા, શિક્ષક સહ બી.આર.સી. સર્વ શિક્ષા, શ્રીમતી પ્રતિભા સ્માર્ટ ટીચર, ઉચ્ચતર માધ્યમિક શાળા, બુચરવાડાએ તેમની સેવાઓ આપી હતી.
ચાર રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો દિપાલી બામણિયા, મોનિકા સોલંકી, જાગળતિ સોલંકી, ભાગ્યશ્રી દ્વારા શ્રી વિકાસ કુમાર, એકાઉન્ટ્સ એન્ડ પ્રોગ્રામ આસિસ્ટન્ટ, નેહરુ યુવા કેન્દ્ર દીવના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંપ્રથમ, દ્વિતીય, તળતીય ક્રમે વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્રનું ઈનામ આપવામાં આવ્યા હતા.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2021/12/nehru-yuva-kendra_diu-960x720.jpeg)