સ્થળ ઉપર પોલીસને કઈ મળ્યું નહી વર્ષોથી પ્રત્યેક રવિવારે માત્ર પાર્થના સભા યોજાય છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12
વલસાડ પોલીસને આજે રવિવારે માહિતી મળી હતી કે રેલ્વે સ્કૂલ પાસે રેલ્વે કોલોનીમાં ધર્માન્તરની પ્રવૃત્તિ ચાલી રહી છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ કરી તો માત્ર પ્રાર્થના સભા યોજાયેલી હતી. કોલોનીમાં પોલીસ કાફલો જોતા લોકોમાં ભારે કુતુહલ સર્જાવા પામ્યું હતું.
વલસાડ પોલીસને આજે માહિતી મળી હતી કે રેલ્વે સ્કુલ પાસે રેલ્વે કોલોનીમાં ધર્માન્તરની પ્રવૃત્તિ ચાલી રહી છે. પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી. તપાસ કરી તો રેલ્વે કવાર્ટસ ઈ-366માં રહેતા ઉમાશંકર બાબુભાઈ વર્માના ઘરે પ્રાર્થના સભા ચાલતી હતી. છેલ્લા ર0 વર્ષથી પ્રત્યેક રવિવારે પ્રાર્થના સભા યોજાય છે. સભામાં 27 મહિલા અને 13 પુરુષો હાજર રહતા. તેમના નિવેદન નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જો કે સવાર સવારમાં રેલ્વે કોલોનીમાં પોલીસ કાફલાને નિહાળતા કૂતુહલ વશ ઘણા લોકો દોડી આવ્યા હતા.