Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ગુંજન રમઝાનવાડીમાં ચોરાયેલ ગટરના ઢાંકણને લીધે ગટરના 6 ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબકી

ફાયર બ્રિગેડે ગાયને સુરક્ષિત બહાર કાઢવા ચારે તરફ જમીન ખોદી ગાયનું રેસ્‍ક્‍યૂ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી જીઆઈડીસી હરીયા હોસ્‍પિટલ રોડ નજીક રમઝાનવાડીમાં આવેલ ખુલ્લી ગટરમાં છ ફૂટ નીચે ગાય ખાબકી હતી. લોકોને જાણ થતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્રણથી ચાર કલાકની ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે બહાર કઢાઈ હતી.
વાપી હરીયા હોસ્‍પિટલ રોડ ઉપર આવેલ રમઝાડવાડી પાસે આવેલ ગટરના ઢાંકણા કોઈ ચોર ઈસમો ચોરી જતા ગટર ખુલ્લી પડી હતી. ગતરોજ ચરતા ચરતા ખુલ્લી ગટરમાં ગાય છ ફૂટ નીચે ખાબકી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડએ ગાય બહાર કાઢવા રેસ્‍ક્‍યુ શરૂ કર્યું હતું. પરંતુ સુરક્ષિત રીતે ગાય બહાર નિકળી શકે એમ નહી હોવાથી ખાડા આજુબાજુ ખોદકામ કરીને રસ્‍તો બનાવ્‍યો હતો. ત્રણ-ચાર કલાકની જહેમત બાદ અંતે સુરક્ષિત રીતે ગાયને બહાર કઢાઈ હતી. ખુલ્લી ગટરોમાં ક્‍યારેક બાળકો કે કોઈ પણ આમ આદમી પણ ગરકાવ થઈ શકે એમ છે તેથી જવાબદાર એજન્‍સીએ તાકીદે ખુલ્લી ગટર મરામત કરાવવી રહી.તેવી લોકોની માંગ છે.

Related posts

સેલવાસ ન.પા.ના વોર્ડ નં.4માં દીવ ન.પા.ના પ્રમુખ હેમલતાબેન સોલંકીનું કરાયું ભાવભીનું સન્‍માન

vartmanpravah

ઉમરગામ વિસ્‍તારમાંથી સગીર યુવતી અપહરણ કેસમાં પોસ્‍કો હેઠળ ધરપકડ કરાયેલ આરોપીના વાપી કોર્ટએ જામીન મંજુર કર્યા

vartmanpravah

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્‍ટર કોલેજ રેસલિંગ ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા

vartmanpravah

નવસારી ખાણ ખનીજ વિભાગ દ્વારા 100-કરોડ રૂપિયાથી વધુની આવક પાર કરીસમગ્ર રાજ્‍યમાં છઠ્ઠો ક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

વલસાડના જલારામ મનોવિકાસ કેન્‍દ્રમાં વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્‍કારના લાગેલા બેનરો

vartmanpravah

Leave a Comment