Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના મુક સેવક જયંતિભાઈ પટેલના હસ્‍તે એમ્‍બ્‍યુલન્‍સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: ધરમપુર તાલુકાના અવધૂત નગર નગારિયા મુકામે (ગુડબાય ધામ)માં ધર્મધજારોહણ, લાઈબ્રેરીના સફળ વિદ્યાર્થીઓનું સન્‍માન, સમાજક્ષેત્રે સેવાભાવી વ્‍યક્‍તિઓનું સન્‍માન અને શીતળ છાંયડો એમ્‍બ્‍યુલન્‍સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
શીતળ છાંયડો ટ્રસ્‍ટ ધરમપુર, અવધૂત નગરની સ્‍થાપના 2015માં આ ટ્રસ્‍ટના સ્‍થાપકશ્રી જયંતીભાઈ ગમનભાઈ પટેલ જી.ઈ.બી.ના રીટાયર્ડ (ડીવાય એસએ) દ્વારા સમાજમાં લોકોની સેવા કરવાની તમન્ના સાથે કરી હતી. દર રવિવારે સ્‍ટેટ હોસ્‍પિટલ ધરમપુરમાં પારલે-જી બિસ્‍કીટનું વિતરણ, અંધજન હોસ્‍ટેલ કરંજવેરી ખાતે બાળકોને ફ્રુટ વિતરણ જેવી માનવતાને લગતી સેવા કોરોના કાળ સુધી કરી હતી. ત્‍યારબાદ એમના ધર્મપત્‍ની સ્‍વર્ગસ્‍થ હંસાબેનનું અવસાન થતાં એમની યાદમાં સમાજનેઆર્થિક રીતે પગભર કરી શકાય એ આશયથી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા શીતળ છાયડો લાઇબ્રેરીની સ્‍થાપના વર્ષ 2021 માં કરી હતી. સ્‍થાપના કર્યા બાદ બાળકોને આ લાઈબ્રેરીમાં 35 થી 37 જેટલી અલગ અલગ કેડરની જાહેર પરીક્ષાઓ માટેના પુસ્‍તકો લાયબ્રેરીમાં પ્રાપ્‍ય કરી, બાળકોને વાઈફાઈ, ઈન્‍ટરનેટ, કોમ્‍પ્‍યુટર ફ્રીજ, આરો પ્‍લાન્‍ટ, જમવાની, પંખા, ગાદલાં, ખુરશી, ડેસ્‍ક જેવી અદ્યતન સુવિધાઓ પૂરી પાડી બાળકોને સરકારી નોકરી મેળવવા માટે મદદરૂપ બનવાના શકય પ્રયત્‍ન કર્યા હતા. તેના પરિણામ સ્‍વરૂપે પ્રથમ વર્ષે આઠ વિદ્યાર્થીઓ ગવર્મેન્‍ટ નોકરી મેળવી શકયા. જેમાં પોલીસ, જીઈબી, પાણી પુરવઠા વિભાગ, તલાટી, શિક્ષક જેવા ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓ સફળ થયા હતા.
આ સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્‍માન કાર્યક્રમ દર વર્ષે 10મી ડિસેમ્‍બરે શીતળ છાંયડો લાઈબ્રેરીમાં કરવામાં આવતો હોય છે. આ વર્ષે પણ જે સફળ થયેલા વિદ્યાર્થીઓ છે એમનો સન્‍માન કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમાં 13 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષક, નાયબ ચીટનીશ અધિકારી, તલાટી ક્રમ મંત્રી, પાણી પુરવઠા જુનિયર ક્‍લાર્ક તથા વર્ગ 2, પોસ્‍ટ ઓફિસ, જેવા અલગ અલગ વિભાગમાં સરકારી નોકરી મેળવી શકયા હતા. જેમનું સન્‍માન અલગ અલગ ક્ષેત્રના સેવાભાવી વ્‍યક્‍તિઓ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં ક્‍લાસ 2ઓફિસર વર્ષા મેડમ, ટીસ્‍કરી લાઇબ્રેરીના પ્રેરક નિમેશભાઈ ગાંવિત, દિનેશભાઈ રાથડ ઓડિટર, પલ્લવ પ્રિન્‍ટિંગ પ્રેસ ધરમપુરના સમાજસેવી જયેશભાઈ, હરેન્‍દ્રસિંહ રાવરાણા, ધરમપુર રાધાબા શામલાલ પટેલ વિદ્યાલયના ટ્રસ્‍ટીશ્રી, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના ચૌહાણ સાહેબ, આઈ.ટી. ઈજનેર વિશાલભાઈ દશોદી, બીઆરએસ કોલેજ ધરમપુરના પૂર્વ પ્રિન્‍સિપાલ ઠાકોરભાઈ, રેઈન્‍બો વોરિયર્સ ધરમપુરના પ્રણેતા શંકરભાઈ, ધરમપુર ટીચર સોસાયટીના પ્રમુખશ્રી જયેશભાઈ ગરાસીયા, મહેશભાઈ ગરાસિયા ય્‍વ્‍બ્‌ કચેરી વલસાડ, ડૉ. વર્ષા બેન પટેલ આચાર્ય મોડેલ સ્‍કૂલ માલનપાડા હિનલ પટેલ વાઈમેક્‍સ ઇન્‍ટર નેટ સર્વિસ પ્રોવાઈડર, સુભાષ બારોટ શિક્ષક જેમની વિશેષ ઉપસ્‍થિતિ રહી.
રેઈન્‍બો વોરિયર્સ શંકરભાઈ પટેલનું જેન્‍તીભાઈ દ્વારા સાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું. સાથે સાથે જયંતીભાઈનું પણ સૌ મહેમાનોએ સાલ ઓઢાડી અને પુષ્‍પગુચ્‍છથી સન્‍માન કર્યુ. જયંતીભાઈએ ગત વર્ષે સમાજને એમ્‍બ્‍યુલન્‍સ અર્પણ કરવાનું વચન આપ્‍યું હતું. જેનું આજે સૌ મહેમાનોની ઉપસ્‍થિતિમાં એમ્‍બ્‍યુલન્‍સનું લોકાર્પણ કરવામાં આવ્‍યું. જેનો ઉદ્દેશ લોકોને રાહત દરે લોક ઉપયોગી બનવાનો છે. જરૂર જગ્‍યાએ નિઃશુલ્‍ક એમ્‍બ્‍યુલન્‍સ સેવા પણ આપવામાં આવશે. જેની જેન્‍તીભાઈએ ખાતરી આપી. આ કાર્યક્રમમાંમહેમાનોએ ખૂબ જ પ્રેરણાદાયી વાતો કરી. જયંતીભાઈએ સમાજસેવા માટે એક ટીમ બની સહકારથી કામ કરીશું તો વધુ લાભ સમાજને આપી શકીશું એમ જણાવ્‍યું. ‘‘ભણો, ગણો, આગળ વધો અને વ્‍યસન મુક્‍ત બનો” એવો એમનો મુદ્રા લેખ આપ્‍યો. આ કાર્યક્રમનું સંચાલન તરુણભાઈ પટેલે કર્યું હતું.

Related posts

લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ સમાન છેઃ પ્રમુખસ્‍વામી મહારાજ

vartmanpravah

વલસાડ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા વિશ્વકર્મા જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસે સાઈબર ક્રાઈમ ફ્રોડના રૂા.1.30 કરોડ રૂપિયા પરત અપાવ્‍યા

vartmanpravah

જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

વાપી નજીક લવાછાના પ્રસિધ્‍ધ રામેશ્વર મહાદેવ મંદિરે 11 હજાર દીપ પ્રજ્‍વલિત કરી દેવ દિવાળીની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment