Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આઝાદીના 75 વર્ષ બાદ પણ કપરાડાના લીખવડ ગામની 2000ની વસતિને આજદિન સુધી રસ્‍તાની સુવિધા મળી શકી નથી

કપરાડાના લીખવડ ગામમાં ભારે વરસાદથી સાઈટ પર ડુંગરની ભેખડો રોડ પર ધસી પડતા ગામલોકોને હાલાકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
– સંજય તાડા દ્વારા
વાપી, તા.13: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના લીખવડ બાડુંસા ફળિયામાં જતો રોડ વરસાદ થતાં ભેખડો ધસી આવતા લોકો ભારે મુશ્‍કેલીઓનો ભોગ બન્‍યા છે.
લીખવડ ગામના સામાજીક આગેવાન ભગુભાઈ દળવી જણાવ્‍યું કે, ગામમાં ત્રણ ફળિયા 2000 ની વસ્‍તી ધરાવતુ ગામ છે. ઘણા વર્ષોથી ધારાસભ્‍ય હાલના ગુજરાત સરકારના મંત્રી જીતુભાઈ ચૌધરી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પણ આજદિન સુધી રોડ બન્‍યો નથી. હજુ કોઈપણ પ્રકારની સુવિધાઓ નથી. પાણી અને રસ્‍તા જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. અમારા ગામની દયનીય સ્‍થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે મોટી સંખ્‍યામાં વસ્‍તી છે અને અન્‍ય વિસ્‍તારોમાં મજૂરી કરી જીવન ગુજારે છે. અવારનવાર રજૂઆત છતાં નેતાઓ અને તંત્ર બેધ્‍યાન, 108 પણ જઈ શકે તેવી સ્‍થિતિમાંરસ્‍તો નથી અનેકવાર રજૂઆતો કરવા છતાં આઝાદીના 75 વર્ષ બાદ પણ આજદિન સુધી રસ્‍તાની સુવિધા મળી શકી નથી. સ્‍થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સુતેલુ તંત્ર હજી જાગ્‍યું નથી. રસ્‍તો ન હોવાથી લોકોને ભારે હાલાકિનો સામનો કરવો પડે છે. સ્‍થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન વધારે વરસાદ થાય તો લોકોને હાલાકિનો સામનો કરવો પડે છે. એમ્‍બ્‍યુલન્‍સ પણ લોકોના ઘર સુધી પહોંચી શકતી નથી, જેના કારણે ઈમરજન્‍સી સારવારની જરૂર હોય એવા લોકોનો જીવ બચાવવો પણ કયારેક અઘરો પડે ખરાબ રસ્‍તાના કારણે મહિલા અને બાળકને ઘણી મુશ્‍કેલી પડે છે. સ્‍થાનિક લોકોનું કહેવું છે કે, વર્ષોથી કોઈ કામ કરાતું નથી. ચૂંટણીના સમયે આવતા નેતાઓ દ્વારા પણ વાયદા જ કરાય છે કયારે પણ રસ્‍તાનુ કામ કરી આપવામાં આવ્‍યું નથી.

Related posts

દાનહ ખેલ વિભાગ દ્વારા ઓપન લેવલ કબડ્ડી હરિફાઈનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દ્રૌપદી મુર્મુને દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાના નિર્ણયને દમણ જિ.પં. દ્વારા આવકારવામાં આવ્યો

vartmanpravah

વાપી નામધા ભવાની માતા મંદિરે અને ડુંગરા રામજી મંદિરમાં તસ્‍કરોનો હાથફેરો

vartmanpravah

એસઆરએમડી મિશન હોલ ધરમપુર ખાતે આદિ જનજાતિ ગૌરવ દિવસ ઉજવણી પ્રસંગે મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા 200થી વધુ લોકોની તપાસ કરાઈ

vartmanpravah

હાલમાં જ દમણ જિલ્લામાં પાંચ ગુંઠા સુધીની જમીનમાં પોતાનું ઘર બનાવવા પ્‍લાન પાસ કરવામાંથી મુક્‍તિ આપવામાં આવી છે ત્‍યારે દાનહના લોકો માટે પણ ઘર બનાવવા હેતુ વન ટાઈમ સેટલમેન્‍ટ પોલીસી બનાવી 4(6)કેસનો ઉકેલ લાવવા શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે પ્રશાસકશ્રીને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

પારડીમાં બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રાનું થયું આગમન

vartmanpravah

Leave a Comment