Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રાનું થયું આગમન

પારડી પાર નદીથી આગમન થઈ સાતવડેકરજી માર્ગથી પ્રવેશી નગરના તમામ વોર્ડમાં ફરી સ્‍વાધ્‍યાય મંડળ ખાતે રાત્રી રોકાણ

પૂજા, આરતી, ફુલહારો તથા અનેક રીતે નગરનીમહિલાઓ દ્વારા કરવામાં આવ્‍યું સ્‍વાગત: યુવાનો બાઈક યાત્રા દ્વારા જોડાયા જ્‍યારે નગરના અનેક મંડળો, મુસ્‍લિમ સમાજ, મહિલાઓ પણ યાત્રામાં જોડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.05: વર્ષોથી વર્ષોનો ઈન્‍તજાર અને અનેક માતાઓના લાડકવાયાની શહીદી , અસંખ્‍ય બહેનોના માંગોનું સિંદૂર છીનવાયા બાદ અનેક યાત્રાઓ તે પછી રથયાત્રા હોય કળશ યાત્રા હોય કે પછી મંદિરના નિર્માણ માટેની હોય આ તમામ લોકોના મંદિર નિર્માણ માટેના પ્રયાસો અને બલિદાનોને અંતે પોતાના ઈષ્ટદેવને એમના ઘરમાં સ્‍થાન અપાવી ભવ્‍યથી ભવ્‍ય મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ આજે આપણે આપણા રામની પ્રાણ પ્રતિષ્ઠા અને સમગ્ર વિશ્વના હિન્‍દુઓ માટે ખુલ્લું મુકવા જઈ રહ્યા છે.
ત્‍યારે સમગ્ર ભારતવર્ષમાં અને વરસોના વર્ષોથી અને અનેક લોકોએ આપેલા બલિદાનોને યાદ કરી સૌને તેઓની યાદ અપાવી હિન્‍દુ સમાજ એક રૂપ બને અને સમગ્ર ભારત હિન્‍દુ રાષ્‍ટ્ર બને જેને લઈ સમગ્ર ભારતભરમાં વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત બજરંગ દળ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રા પારડીની જીવાદોરી અને જેના નામથી પારડી નામ પડ્‍યું છે એવી પાર નદીથી આ યાત્રાનું આગમન થયું હતું.પારડીના બજરંગ દળના યુવાનો દ્વારા સ્‍વાગત કર્યા બાદ આ શોર્ય યાત્રા પંડિત સાતવળેકરજી ગેટથી નગરમાં પ્રવેશી સૌ પ્રથમ કુંભારવાડ ખાતે ચંદ્રિકા માતાજીના મંદિર થઈ, ચીવલ રોડ વાલ્‍મિકી વાસ, ઓમકાર યુવક મંડળ દાંતી ફળિયા, શ્રીરામ ચોક સ્‍ટેશન રોડ, બાલાખાડી, સોના દર્શન, દમણી ઝાપા, ધોબીવાડ, બ્રાહ્મણ ફળિયા, કંસારવાડ થઈ રાણા સ્‍ટ્રીટમાં પહોંચી હતી અને ત્‍યાં બૌદ્ધિક બાદ પારડીના સ્‍વાધ્‍યાય મંડળ ખાતે રાત્રી રોકાણ કરવામાં આવ્‍યું હતું.
કેટલાય વર્ષો બાદ પોતાના શ્રીરામની શોર્ય જાગરણ યાત્રા નગરમાં આવતા નગરની મહિલાઓ દ્વારા શૌર્ય યાત્રાનું પૂજન, આરતી, તથા ફૂલહાર દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
જ્‍યારે નગરના યુવાનો બાઈક યાત્રા દ્વારા આ શોર્ય યાત્રામાં જોડાયા હતા જ્‍યારે નગરના અનેક મંડળો, મહિલાઓ તથા મુસ્‍લિમ સમાજ પણ આ યાત્રામાં જોડાયો હતો.
રાત્રી દરમિયાન ખૂબ મોટી સંખ્‍યામાં નગરના દરેક વોર્ડમાં ફરતી આ બજરંગ દળ શોર્ય જાગરણ યાત્રાને લઈ તથા યુવાનો દ્વારા જય શ્રી રામના સતત નારાથી સમગ્ર નગર શ્રી રામ મય બની જતા ફરીથી એક વખત રામ રાજ્‍ય હોવાની અનુભૂતિ થઈ હતી.
બીજા દિવસે આ યાત્રા સ્‍વાધ્‍યાય મંડળથી નીકળી નાનાપોંઢા પહોંચી ત્‍યાંથી પારડી તાલુકાના ચીવલ, પંચલાઈ, સુખેશ, સોંઢલવાડા, બાલદા,પારડી ચાર રસ્‍તા, ભેંસલાપાડા, પરીયા, ઓરવાડ, ટુકવાડા, બગવાડા, સારણ, ઉદવાડા આર.એસ, ઉમરસાડી માછીવાડ, પલસાણા, ઉદવાડા ગામ અને કલસર પહોંચી ત્‍યાંથી દમણ તરફ રવાના થઈ હતી.

Related posts

ચીખલી તાલુકાની નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્‍તે કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સેલવાસ ન.પા.ને ઈ-ગવર્નન્‍સ અંતર્ગત મળેલો રાષ્‍ટ્રીય ગોલ્‍ડ પુરસ્‍કાર સમર્પિત કરાયો

vartmanpravah

ચીખલી તાલુકાના પૂરગ્રસ્‍ત વિસ્‍તારોમાં આરોગ્‍ય વિભાગની 13 જેટલી ટીમો દ્વારા લોકોની તપાસ કરી અપાઈ રહેલી સારવાર

vartmanpravah

વલસાડ કોંગ્રેસ કાર્યાલયમાં સોમવારે પ્રેસવાર્તા યોજાઈ

vartmanpravah

વંકાલ હાઈસ્‍કૂલના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બેચના વિદ્યાર્થીઓ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

પારડી મુખ્‍ય ઓવરબ્રિજ પર કન્‍ટેનર અને ટેમ્‍પા વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

Leave a Comment