Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

ખૂંટેજમાં કાકા-બાપાના ભાઈઓ જમીન બાબતે બાખડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.19: પારડી તાલુકાના ખૂંટેજ ગામે સરકારી કુવા ફળીયા ખાતે ઘર જમાઈ તરીકે રહેતા જીતેશભાઈ મોહનભાઈ ધો. પટેલની બાપ-દાદાની જગ્‍યા આમળી ભેસુ ફળીયા ખાતે આવેલી છે અને આ જગ્‍યા જીતેશના કાકા દલપતભાઈ ખેતી કરતા હતા. આ જમીન બુલેટ ટ્રેનમાં સંપાદન થતાં જમીનમાં આવેલ આંબા તથા જંગલી ઝાડના નિકંદનના મળેલ 28 લાખ રૂપિયા કાકા દલપતભાઈએ રાખેલ અને જમીનના 75 લાખ રૂપિયા જીતેશ તથા એમના મોટા ભાઈ કાંતિભાઈ બન્નેએ વહેંચી લીધેલ પરંતુ જમીનમાં ખેતી કરનાર દલપતભાઈને પણ આ રૂપિયામાં ભાગ જોઈતો હોય તેઓ ગઈ કાલે ખૂંટેજ ખાતે ઘર જમાઈ તરીકે રહેતા જીતેશ પાસે પહોંચી સસરા બુધભાઈ મુન્‍દ્રાભાઈ ધો. પટેલના ખેતરમાં પહોંચી ખેતરમાંથી પરત આવી રહેલ જીતેશને કાકા દલપતભાઈ ઉક્કડભાઈ ધો. પટેલ તેનો છોકરો સંદીપ ઉર્ફે લાલુ દલપતભાઈ પટેલ, જમાઈ ભાઈલુભાઈ અને નલિનભાઈ ગમનભાઈ પટેલ વિગેરેનાઓએ સાથે મળી જીતેશને ઢીક્કા મુક્કીનો મારમારી અને જમીનમાં ભાગ નહિ આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી નીકળી ગયા હતા.જીતેશભાઈએ આ ચારેય વિરુદ્ધ પારડી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીને ઝડપી જેલને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

પારડી પાર નદી નજીક કારમાં વલસાડની જાણીતી ગાયક વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ પારડી વિધાનસભા વિસ્તારમાં રોડ મરામત કામગીરીનું સ્થળ નિરક્ષણ કર્યું

vartmanpravah

ખાનવેલમાં સાંસદ લાલુભાઈ પટેલે કબડ્ડી ટૂર્નામેન્‍ટનો કરાવેલો શુભારંભ

vartmanpravah

ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધરણાં, ઘેરાવો અને ઉપવાસ જેવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ

vartmanpravah

વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

પારડીમાં ચરસ-ગાંજાના વેપારનો પર્દાફાશઃ માતા-પુત્રની ધરપકડ

vartmanpravah

Leave a Comment