(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25 : દાદરા નગર હવેલી એક્સાઇઝ વિભાગને મળેલ બાતમીના આધારે દયાત ફળિયા લાલ બંગલા પાછળ દારૂનો ગેરકાયદેસર જથ્થો રાખ્યા બાદ ત્યાંથી બીજી જગ્યા પર સપ્લાય કરવામાં આવતો હતો. જેનાઆધારે એક્સાઇઝ વિભાગની ટીમ પહોંચી તે સમયે અચાનક જ બુટલેગરોએ હુમલો કર્યો હતો, જેમાં એક્સાઇઝ વિભાગની બે કારના કાચ તોડી નાખ્યા હતા અને ત્યાંથી બુટલેગરો ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે એક્સાઇઝ વિભાગની ટીમે જે ગાડીમાં દારૂનો જથ્થો ભરવામાં આવી રહ્યો હતો તે અને અન્ય ગેરકાયદેસર દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. બુટલેગરો દ્વારા અચાનક હુમલો કરાતા એક્સાઇઝ વિભાગની ટીમે પોલીસને બોલાવી હતી અને આ હુમલો કરનાર કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા? એ અંગે વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.