Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

બાંધકામ વિભાગની ટીમની સરાહનીય કામગીરી : વલસાડ જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગ દ્વારા મોટાભાગના રસ્‍તાઓ લોકઉપયોગી બનાવ્‍યા

જે રસ્‍તાઓ બાકી છે તે રસ્‍તાઓ પર તાત્‍કાલિક મેટલ પાથરી પેચવર્ક કામગીરી હાથ ધરવામાં આવીઃ સરકાર દ્વારા મંજૂર થયેલ રસ્‍તાઓ ચોમાસુ પૂરૂં થાય ત્‍યારે તાત્‍કાલિ શરૂ કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લામાં છેલ્લા ઓગણીસ દિવસથી વરસાદ પડી રહ્યો છે જેમાં દશ દિવસ ધોધમાર વરસાદ પડયો હતો. વલસાડ જિલ્લાની બધી નદીમાં ઘોડાપૂર આવ્‍યું હતું. જેનાં કારણે વલસાડમાં પાણી જ પાણી થઈ ગયું હતું. ધોધમાર વરસાદનાં કારણે વલસાડ જિલ્લા પંચાયતનાં માર્ગ-મકાન વિભાગનાં હસ્‍તકનાં કુલ-1880 જેટલાં રસ્‍તાઓ આવેલ છે જેની આશરે લંબાઈ કુલ-4300 કિ.મી છે જેમાંથી આશરે 100 જેટલાં નીચા રસ્‍તાઓ અને કોઝવે વરસાદનાં કારણે આવેલ પૂરનાં પાણીમાં ડુબી ગયાં હતાં જે રસ્‍તાઓ જિલ્લા પચાયતનાં બાંધકામ વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્‍યાં હતાં. કેટલાક રસ્‍તાઓનું ધોવાણ પણથયું હતું.
હાલ ચોમાસામાં વાહનચાલકો તથા રાહદારીઓ પરેશાની નહી ભોગવવા પડે તે માટે જિલ્લા પંચાયતનાં બાંધકામ વિભાગ દ્વારા ધોવાણ થયેલ રસ્‍તાઓ પર જ મેટલ પાથરી રસ્‍તાઓને ફરી ધમધમતાં કરવામાં આવ્‍યાં છે અને ચોમાસાની ઋતું પુરી થયાં બાદ આ રસ્‍તાઓ પર ડામરપેચની કામગીરી કરવામાં આવનાર છે. જે કોઝવે પૂરમાં ધોવાયા કે તુટી ગયાં છે તેને ક્રોકીટનાં માલ-સામાનથી બાંધકામ કરી રિપેરીંગ કરવામાં આવનાર છે. જ્‍યારે કેટલાક રસ્‍તાઓનાં નવીનીકરણની કામગીરી સરકારમાથી મંજૂર થઈ છે જે ટેન્‍ડર પ્રક્રિયા હેઠળ છે તે રસ્‍તાઓની કામગીરી ચોમાસા બાદ તાત્‍કાલિક શરૂ કરી લોકોની સમસ્‍યાઓ દુર કરવામાં આવનાર છે તથા અકસ્‍માત નિવારવા માટે રસ્‍તાઓની સાઈડ પર સુચક બોર્ડ, ફલડ ગેજ, રોપ દ્વારા રસ્‍તાને કવર કરવામાં આવશે. જે પણ રસ્‍તાઓ પેચ કરવાનાં બાકી છે તે રસ્‍તાઓ પર તાત્‍કાલિક મેટલ પાથરી પેચની કામગીરી હાથ ધરી છે.

Related posts

વાપીમાં બિહાર વેલ્‍ફેર એસોસિએશન દ્વારા બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડમાં વડાપ્રધાનશ્રીના જન્‍મદિવસ પ્રસંગે બે દિવસીય યોગ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહના એસ.પી. આર.પી.મીણાની અધ્‍યક્ષતામાં સેલવાસ હેડ ક્‍વાર્ટર ખાતે પોલીસ અને હોમગાર્ડના જવાનો માટે સંપર્ક સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

જિલ્લામાં મતગણતરીના સ્‍થળે મતગણતરીમાં ખલેલ ના પહોચે તે અંગેનું જાહેરનામુ

vartmanpravah

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

સંઘપ્રદેશના દાનહના ગુજરાતી માધ્‍યમના શિક્ષક શ્‍યામ સુંદર રામચંદ ખાનચંદાનીનું મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા સન્‍માન

vartmanpravah

Leave a Comment