Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા પંચાયતમાં અઢી વર્ષ માટે ભાજપ દ્વારા નામો જાહેર કરતા પ્રમુખ-ઉપ પ્રમુખ માટે ટીડીઓ સમક્ષ ઉમેદવારી પત્રકો રજૂ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.13: ચીખલી તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે ભાજપ દ્વારા પદાધિકારીઓના નામોની જાહેરાત કરાતા પ્રમુખપદ માટે સાદડવેલના રાકેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે સાદકપોરના રમેશભાઈ પટેલ દ્વારા ટીડીઓ સમક્ષ ઉમેદવારીપત્રકો રજૂ કરવામાં આવ્‍યા હતા. આ સાથે ભાજપ દ્વારા કારોબારી અધ્‍યક્ષ માટે ચાસાના દમયંતીબેન આહીર, શાસક પક્ષના નેતા તરીકે ગોડથલના અશ્વિનભાઈ દેસાઈ અને દંડક પદે રાનવેરી ખૂર્ડના પંકજભાઈ પટેલના નામની જાહેરાત કરાઈ હતી.
ચીખલી સર્કિટ હાઉસમાં યોજાયેલ બેઠકમાં પ્રભારી ડો.અમીતાબેન, નિલેશભાઈ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે સાદડવેલના રાકેશભાઈ મગનભાઈ પટેલ ઉપ પ્રમુખ માટે સાડકપોરના રમેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ કારોબારી અધ્‍યક્ષ માટે ચાસાના દમયંતીબેન આહીર શાસકપક્ષના નેતા પદે ગોડથલના અશ્વિનભાઈ દેસાઈ દંડકપદે રાનવેરી ખૂર્ડના પંકજભાઈ પટેલના નામોની જાહેરાત કરાઈ હતી. જોકે સામાજિક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ નામની જાહેરાત કરાઈ ન હતી.
આ પ્રસંગે એપીએમસીના ચેરમેન કિશોરભાઈ પટેલે નવી ટીમને અભિનંદન પાઠવતાજણાવ્‍યું હતું કે, પ્રજાલક્ષી અભિગમના વહીવટ સાથે પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અનુરોધ કરી પક્ષ જ સર્વોપરી હોય પક્ષના નિર્ણય ને તમામને માથે ચઢાવવા હાંકલ કરી હતી. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમીતાબેન અને પક્ષ પ્રમુખ મયંકભાઈ દ્વારા વિતેલા અઢી વર્ષના શાસનને બિરદાવી આભારની લાગણી વ્‍યક્‍ત કરી હતી.
બાદમાં ટીડીઓ ચેતનભાઈ દેસાઈ સમક્ષ પ્રમુખપદ માટે રાકેશભાઈ પટેલ અને ઉપ પ્રમુખ પદ માટે રમેશભાઈ પટેલ દ્વારા ઉમેદવારીપત્રક રજૂ કરવામાં આવ્‍યા હતા. જેમાં અનુક્રમે વર્તમાન પ્રમુખ કલ્‍પનાબેન ગાંવિત અને કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ પટેલ દ્વારા દરખાસ્‍ત કરવામાં આવી હતી.
જોકે પ્રમુખ-ઉપ પ્રમુખ માટે એક એક જ ઉમેદવારીપત્રક રજૂ થતા ગુરુવારના રોજ યોજાનારી બેઠકમાં ચૂંટણીની ઔપચારિકતા જ કરવાની રહેશે. ભાજપ દ્વારા પ્રમુખ અને ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ પદ માટે ઓબીસી સમાજના સભ્‍યોને ફાળવી એક રીતે જાતિવાદનું સમીકરણ સાચવવામાં આવ્‍યું છે. તાલુકા પંચાયતના હોદ્દેદારોના નામની જાહેરાત થતા જ તેમના સમર્થકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ દરમ્‍યાન જિલ્લા પંચાયતના બાંધકામ અધ્‍યક્ષ દિપાબેન, નિકુંજભાઈ પટેલ સહિતના જિલ્લા પંચાયતના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ જિલ્લાના મહત્તમ રસ્‍તાઓની હાલત જર્જરીત : ચોમાસા પહેલા રસ્‍તાઓની હાલત સુધરશે?

vartmanpravah

વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભવઃ અભિયાનનો શુભારંભ કરતાં જિલ્લા પ્રમુખ અલકાબેન શાહ

vartmanpravah

દાનહઃ રખોલી પુલનું સમારકામ ચાલુ હોવાના કારણે ભારેથી અતિ ભારે વાહનોના અવર-જવર પર 23 જૂન સુધી પ્રતિબંધ યથાવત

vartmanpravah

મોદીની ગેરંટી એટલે કામ પૂર્ણ થવાની ગેરંટી + છેલ્લા 10 વર્ષમાં દમણ-દીવ અને દાનહનો ભવ્‍ય અને ઐતિહાસિક થયેલો વિકાસઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

સૈલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રવાદી સંગઠન દ્વારા 16 અને 17 સપ્‍ટેમ્‍બરે ગંગા આરતી કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment