October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
મહાકાલેશ્વર મિત્ર મંડળ સેલવાસ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રાનું આયોજન કરવામા આવ્‍યુ હતું. જેમાં મોટી સંખ્‍યામાં કાવડિયાઓએ ભાગ લીધો હતો. આ કાવડ યાત્રાને પ્રથમ આમલી રામજી મંદિરથી માજી સાંસદ શ્રી નટુભાઈ પટેલ, પાલિકા ઉપપ્રમુખ શ્રી અજયભાઇ દેસાઈ, શ્રી જીતુભાઇ માઢા સહિત સમાજના અગ્રણીઓ દ્વારા શિવજીની પૂજા કરી નારિયળ ફોડી યાત્રાની વિધિવત શરૂઆત કરવામા આવી હતી. આ અવસરે સમાજના અગ્રણીઓ અને અન્‍ય અતિથિઓએ કાવડ લઈ કાવડિયાઓ સાથે ચાલ્‍યા હતા. જેનાથી કાવડિયાઓનો ઉત્‍સાહ વધ્‍યો હતો અને બોલ બમના નારા સાથે કાવડ યાત્રા શરૂ થઇ હતી. આ કાવડ યાત્રા રામજી મંદિરથી શરૂ કરી બિન્‍દ્રાબિન મંદિરે જશે. જ્‍યાંથી પાણી ભરી પરત કવાડીયા લવાછા રામેશ્વર મહાદેવ મંદિરમા જળાભિષેક કરશે.

Related posts

દમણની આંટિયાવાડ ગ્રા.પં.ની સરપંચ ઉર્વશીબેન પટેલે નાનાબાળકોને દમણ પક્ષીઘરની કરાવેલી મુલાકાત

vartmanpravah

પિપરિયા પર હુમલો …તો દાદરા નગર હવેલીની રાજકીય દશા પણ કાશ્‍મીર જેવી જ થઈ હોત

vartmanpravah

ધનતેરસના દિને પ્રદેશના લોકો સોના-ચાંદીની દુકાનમાં સોના-ચાંદીની ખરીદી માટે ભીડ

vartmanpravah

પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ યોજના અંતર્ગત સસ્‍તા અનાજની દુકાનમાંથી ડીસેમ્‍બર મહિનાનું અનાજ મેળવી લેવા બાબત

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ખાતે રાત્રી ચૌપાલ અને બાયો ડિગ્રેડેબલ અંગે બેઠક યોજાઈ

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને 2 જૂને અનામત બેઠકોનો ડ્રો થશે

vartmanpravah

Leave a Comment