January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ યુએસએ દ્વારા કાર્ટસ્‍વીલ ખાતે ભવ્‍ય લોક ડાયરો યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ યુએસએ અને સેલ્‍યુટ તિરંગાના સંયુક્‍ત ઉપક્રમે અમેરીકાના કાર્ટસ્‍વીલ રામ મંદિર ખાતે ભવ્‍ય લોકડાયરો યોજાયો હતો. આ પ્રસંગે અમેરિકા નિવાસી 450 થી વધુ ગુજરાતી દર્શકો ઉપસ્‍થિત રહ્યા હતા જે વિદેશની ધરતી ઉપર એક ઐતિહાસિક ઘટના બની રહી હતી.
સલવાવ વાપીના સંત અને રાષ્‍ટ્રવાદી સંગઠન સેલ્‍યુટ તિરંગાના રાષ્‍ટ્રીય સંરક્ષક પૂ.કપિલ સ્‍વામીજી તથા ચીખલીના સંત પૂ. ઘનશ્‍યામ સ્‍વામીજીના નેજામા અમેરીકાના એટલાન્‍ટાના કાર્ટસ્‍વીલ રામ મંદિર હોલમાં લોક ડાયરો યોજાયો હતો. આ લોક ડાયરામાં આંતરાષ્‍ટ્રીય ગુજરાતી હાસ્‍ય કલાકાર જગદીશ ત્રિવેદી તથા તેમની ટીમે હાસ્‍ય તથા ભક્‍તિ સંગીતની રમઝટ જમાવી હતી. આ પ્રસંગે ચીફ ગેસ્‍ટ તરીકે શક્‍તિ મંદિર એટલાન્‍ટાના પ્રમુખ બોબી પટેલ ઉપસ્‍થિત રહી પ્રસંગની શોભા વધારી હતી. શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ યુએસએના પ્રમુખ કમલેશભાઈ પટેલે સૌને આવકાર્યા હતા. પૂજ્‍ય કપિલ સ્‍વામીજીએ આશીર્વચન પાઠવ્‍યા હતા.
આ ડાયરો માણવા અમેરીકામાં વસતા ગુજરાતી સમાજનાસભ્‍યો દુરદુરથી આવ્‍યા હતા. ગુજરાતી સમાજ યુએસએમાં આનંદ ઉત્‍સાહનો માહોલ સર્જાયો હતો.

Related posts

વાપીમાં કાર ચોરવા તસ્‍કરો સોસાયટીમાં ઘૂસ્‍યા: કાર ચોરીનો મેળ નહી પડતા જે મળ્‍યુ તે લઈ ભાગી છૂટયા

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં સામી દિવાળીએ માર્ગ મકાન વિભાગ દ્વારા 25 રસ્‍તાઓનું નવીનીકરણ કરાતા લોકોમાં રાહત

vartmanpravah

વાપી છરવાડા નેપાળી પરણિતાનો હત્‍યારો ઝડપાયો: હત્‍યા સમયે બ્‍લેડના આધારે પોલીસે ભેદ ઉકેલ્‍યો

vartmanpravah

મોતીવાડામાં મળેલ યુવતિની લાશનો ભેદ ઉકેલાયોઃ દુષ્‍કર્મ બાદ ગળું દબાવી હત્‍યા

vartmanpravah

વાપી ડુંગરા ભંગારના ગોડાઉનમાં આગ લાગી

vartmanpravah

વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ પેપર મિલ ભીષણ આગની લપેટમાં

vartmanpravah

Leave a Comment