Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે થાલા નેશનલ હાઈવે પરથી પશુ આહારની આડમાં લઈ જવાતો રૂા.2.60 લાખનો વિદેશી દારૂ સાથે બે ને ઝડપી પાડ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.31: ચીખલી પોલીસે થાલા નેશનલ હાઈવે પરથી પશુ આહારની આડમાં લઈ જવાતો રૂ.2.60 લાખનો વિદેશી દારૂ સાથે બે ને ઝડપી પાડ્‍યા હતા.
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર પીએસઆઈ-સમીર જે.કડીવાલા, પોલીસ કર્મી તાહિર અલી, ગણપતભાઈ, સંદીપસિંહ, કેયુરભાઈ સહિતના સ્‍ટાફે બાતમીના આધારે રાત્રીના સમયે થાલા નેશનલ હાઈવે સાંઈ હોટલ સામે સુરત તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમ્‍યાન બાતમી મુજબ આઈસર ટ્રક નં.જીજે-05-બીવી-9158 આવતા તલાસી લેતા પશુ આહારની ગુણોની આડમાં લઈ જવાતો બિયર વ્‍હીસ્‍કીની બોટલ નંગ-2304 જેની કિ. રૂા.2,60,160/- નો જથ્‍થો ઝડપી પાડી પશુ આહારની 62-ગુણ ઉપરાંત મોબાઈલ ફોન અને ટેમ્‍પો મળી કુલ રૂા.10,01,160/- નો મુદ્દામાલ કબ્‍જે કરી જીતેન્‍દ્ર ઉર્ફે જીગ્નેશ ચંપકભાઈ આહીર (ઉ.વ-33)(રહે.નનસાડ આહીરવાસ તા.કામરેજ જી.સુરત) તથા કમલેશ ઉર્ફે કૃણાલ મુકેશ પાટીલ (રહે.રામદેવ રેસિડેન્‍સી ગંગાધરા તા.પલસાણા જી.સુરત) એમ બે જેટલાને ઝડપી લઈ બે ને વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વાપી સોશિયલ ગ્રુપ દ્વારા શહેરમાં વિવિધ સ્‍થળોએ પાણીની પરબ કાર્યરત કરી

vartmanpravah

વાપી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ અવસરે ‘ગરીબોની બેલી સરકાર’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વાપીના વિનય વાડીવાલાને ‘છત્રપતિ શિવાજી મહારાજ ગૌરવ’ એવોર્ડ એનાયત કરાયો

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે લોક કલ્‍યાણ અને લોકોની સમસ્‍યાના નિરાકરણ માટે અંગત રસ લેતાં કામ કરવાની પોતાની આગવી શૈલીના કરાવેલા દર્શન

vartmanpravah

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં નવરાત્રીની ઉજવણી થઈ

vartmanpravah

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

vartmanpravah

Leave a Comment