August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ઝંડાચોક હિન્‍દી મીડિયમ શાળામાં વાલીઓ સાથે શિક્ષક સંઘની યોજાયેલી બેઠકમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગીતાનો લેવામાં આવ્‍યો સંકલ્‍પ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
દાદરા નગર હવેલીના સેલવાસના ઝંડાચોક પ્રાથમિક હિન્‍દી કેન્‍દ્ર શાળામાં વાલીઓ સાથે શિક્ષક સંઘની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યુંહતું. જેમાં શૈક્ષણિક ચર્ચા બાદ વાલીઓને આઝાદીના અમૃત મહોત્‍સવ અને ‘હર ઘર તિરંગા’ અભિયાન અંગે જાણકારી આપવામાં આવી હતી. સાથે દરેકે આ અભિયાન સાથે જોડાવા માટે અને અન્‍યને પ્રેરિત કરવા સંકલ્‍પ પણ લીધો હતો. શાળાના આચાર્ય શ્રી વ્રજભૂષણ ઝાએ સંબોધનમાં જણાવ્‍યું હતું કે, આગામી 15મી ઓગસ્‍ટના રોજ દેશના આઝાદીના પંચોતેર વર્ષ થવા જઈ રહ્યા છે, આ અવસરને ઐતિહાસિક બનાવવા તથા નાગરિકોમાં દેશપ્રેમનો સંચાર કરવાના ઉદ્દેશ્‍યથી કેન્‍દ્રીય સાંસ્‍કળતિક મંત્રાલય ભારત સરકાર દ્વારા આખા દેશમાં આઝાદીનો અમૃત મહોત્‍સવ મનાવવામાં આવી રહેલ છે. માનનીય પ્રસાશક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશમાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તિરંગો દેશના પ્રત્‍યેક નાગરિકના આત્‍મસન્‍માનનું પ્રતિક છે, રાષ્‍ટ્રીય સન્‍માનનું પ્રતિક આપણા રાષ્‍ટ્રધ્‍વજને આપણે બધા સામૂહિક રૂપે ગૌરવ સાથે ફરકાવીએ આ અભિયાનનો મુખ્‍ય ઉદેશ્‍ય છે. જેથી દરેક વાલી 13થી 15ઓગસ્‍ટ સુધી પોતાના ઘર દુકાનો, રહેઠાણ પરિસરમાં રાષ્‍ટ્રધ્‍વજ તિરંગો અવશ્‍ય ફરકાવે, સામાન્‍ય નાગરિકની સુવિધા માટે ભારતીય ધ્‍વજ સંહિતા 2002મા સંશોધન કરવામાં આવ્‍યું છે. રાષ્‍ટ્રધ્‍વજની ગરિમા અને સન્‍માન કાયમ રાખવું પણ આપણુ કર્તવ્‍ય છે. આ અવસરેશાળાના આચાર્ય શ્રી વ્રજભૂષણ ઝા, શિક્ષક ડો.દીનદયાલ તિવારી શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગની મીઠાઈની દુકાનોમાં ચકાસણી અવિરત ચાલુઃ પદાર્થ ખાવા યોગ્‍ય છે કે નહીં તેની જાહેરાત કરાતી નથી

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ચાર ગામોને પડોશના કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં સમાવવા થઈ રહેલી હિલચાલ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

એસઆરએમડી મિશન હોલ ધરમપુર ખાતે આદિ જનજાતિ ગૌરવ દિવસ ઉજવણી પ્રસંગે મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા 200થી વધુ લોકોની તપાસ કરાઈ

vartmanpravah

સરીગામ લક્ષ્મી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ ટેક્‍નોલોજીમાં ટેક ફેસ્‍ટ એકત્ર-2023 નો ઉદ્દઘાટન સમારંભ

vartmanpravah

કોંગ્રેસ સાથે વફાદારીપૂર્વક અત્‍યાર સુધી રહ્યા હોત તો પ્રદેશને ક્‍યારનીય વિધાનસભાની ભેટ મળી હોતઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

Leave a Comment