October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના વાસોણા લાયન સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન: જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી એક સિંહને લાવવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.31
દાદરા નગર હવેલીના લાયન સફારી પાર્કની અંદર 12 જૂન 2019ના રોજ 21 વર્ષની ઉંમરે સિંહણ સોનલે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધો હતો. ત્‍યારબાદ ફક્‍ત એક જ સિંહણ ગિરજા રહી ગઈ હતી. ત્‍યારબાદ પ્રસાશક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં વનવિભાગ દ્વારા જૂનાગઢથી બીજા સિંહને લાવવાની તજવીજ હાથ ધરી હતી. જે પ્રક્રિયા બાદ પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસે વાસોણા લાયન સફારી પાર્કમાં સિંહનુ આગમન થયુ છે. એશિયાટિક લાયનનું એકમાત્ર ઘર ગીર જંગલ. જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી એક સિંહ આશાનું બચ્‍ચું લાવવામાં આવ્‍યું છે, આ સિંહનું વન વિભાગ દ્વારા ઉષ્‍માભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. દાદરા નગર હવેલી અને પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. હવે ફરી લાયન સફારીમા સિંહણ ગિરજા અને બાળ સિંહ આશાનું બચ્‍ચાની ત્રાડ સાંભળવા મળશે.

Related posts

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

vartmanpravah

વાપી વીઆઈએ નજીક ઈલેક્‍ટ્રીકની દુકાનમાં આગ લાગી

vartmanpravah

દાનહ કોંગ્રેસમાં અમોલ મેશ્રામ બન્‍યો સેવાદળનો મુખ્‍ય સંગઠક

vartmanpravah

વાપી તાલુકાના યુવાધનને આજે રૂા. 12.05 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવી આઈટીઆઈની ભેટ મળશે

vartmanpravah

ચોમાસાની ઋતુના આગમન પહેલાં દાદરા નગર હવેલીના તમામ બિસ્‍માર રસ્‍તાઓની મરામ્‍મત કરવા સાંસદ કલાબેન ડેલકરની કલેક્‍ટરને લેખિત રજૂઆત

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે હોન્‍ડ હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકને ઝડપી પાડયોઃ રૂા. 15.07 લાખો મુદ્દામાલ કબ્‍જે કર્યો

vartmanpravah

Leave a Comment