October 13, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્‍ડ લાઈન, દમણનાસંયુક્‍ત ઉપક્રમે નાની દમણ સાર્વજનિક વિદ્યાલયના સભાખંડમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે’ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11
જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્‍ડ લાઈન, દમણના સંકલનમાં નાની દમણ સાર્વજનિક વિદ્યાલયના સભાખંડમાં આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો હતો.
તા.11મી ઓક્‍ટોબર,ર0ર1ના રોજ રાષ્‍ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સમાજ કલ્‍યાણ વિભાગ અને નાની દમણ જિલ્લા બાળ સુરક્ષા એકમના સંકલનથી નાની દમણ સાર્વજનિક વિદ્યાલયના સભાખંડમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતુ.
આ કાર્યક્રમનું આયોજન સમાજ કલ્‍યાણ વિભાગ, સચિવ શ્રીમતી પૂજા જૈનના કુશળ માર્ગદર્શન અને ઉપ સચિવ શ્રી જતિન ગોયલના દિશા-નિર્દેશમાં તથા બાળ સુરક્ષા સમિતિના પ્રોગ્રામ મેનેજર શ્રી સંજીવ કુમાર પંડયાના નેતળત્‍વ હેઠળ યોજવામાં આવ્‍યો હતો.
દર વર્ષે સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓને સશક્‍ત બનાવવી અને તેમને તેમના અધિકારો પૂરા પાડવામાં મદદ કરવી કે જેથી તેઓ સમગ્ર વિશ્વમાં તેમની સામે આવતા પડકારોનો સામનો કરી શકે અને તેમની જરૂરિયાતો પૂરી કરી શકે.
આ અવસરે દમણ જિલ્લાબાળ સુરક્ષા એકમ-જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અનિતા માહ્યાવંશીએ જણાવ્‍યું હતું કે, આંતરરાષ્‍ટ્રીય બાળ દિવસના વિષય પર સાર્વજનિક વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને બાળ અધિકાર, જાતિય સતામણી, બાળ હેલ્‍પલાઇન -1098, મહિલાઓ સશક્‍તિકરણ, બાળ વિકાસ અને પોષણ અભિયાન, દત્તક ગ્રહણ, મહિલા સલામતી, મહિલા હેલ્‍પલાઈન-181, સખી કેન્‍દ્ર (વન સ્‍ટોપ સેન્‍ટર), વરિષ્ઠ નાગરિકો હેલ્‍પલાઈન -14567, ચિલ્‍ડ્રન હોમ, બેટી બચાવો બેટી પઢાવો વિશે શેરી નાટકના માધ્‍યમથી જાગરૂકતા સંદેશો આપવામાં આવ્‍યો હતો.
અંતમા સ્‍ટેટ એડોપ્‍શન રિસોર્સ એજન્‍સીના પ્રોગ્રામ મેનેજર શ્રી મહેશભાઈ પટેલે સાર્વજનિક સ્‍કૂલના મુખ્‍ય શિક્ષક અને સ્‍કૂલ મેનેજમેન્‍ટ ટીમે આપેલા સહયોગ બદલ તેમનો આભાર માન્‍યો હતો. આ અવસરે સ્‍ટેટ એડોપ્‍શન રિસોર્સ એજન્‍સીના પ્રોગ્રામ મેનેજર શ્રી મહેશભાઈ પટેલ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને તેમની ટીમ અને ચાઈલ્‍ડ લાઈનની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

ગૃહમંત્રી અમિતભાઈ શાહના અધ્‍યક્ષસ્‍થાને આજે ગાંધીનગરમાં વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની મળનારી બેઠકઃ ગુજરાત રાજ્‍યના મેઘવાળ, નગર, રાયમલ અને મધુબન ગામને સંઘપ્રદેશમાં જોડવા બાબતે લેવાનારો નિર્ણય

vartmanpravah

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને પ્રદેશમાં સેવા દિવસ તરીકે મનાવાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારત માતાનું પૂજન અને શહીદ પરિવારોના સન્‍માનના કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

Leave a Comment