Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

વેપારીઓને પડી રહેલ નુકસાન બાબતે પંચાયતમાં રજૂઆતો થતી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
નાનાપોંઢા બજાર તા.1 ઓગસ્‍ટથી દરેક રવિવારે બજાર ચાલુ રહેશે તેવો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા જાહેર કરવામાં આવ્‍યો છે. વેપારીઓને રવિવારે બજાર બંધ રહેતા નુકશાન ભોગવવું પડતું હતું. તેથી વેપારીઓની રજૂઆત બાદ પંચાયત-તલાટી-ગ્રામ સેવક અને સરપંચ દ્વારા રવિવારે બજાર ચાલુ રાખવાની છૂટછાટ જાહેર કરવામાં આવી હતી.
નાનાપોંઢા પંચાયત હોલમાં સરપંચ મુકેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં મળેલી ગ્રામ સભાની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્‍યો છે કે દરેક રવિવારે નાનાપોંઢા બજાર ચાલુ રહેશે. પાંચ વર્ષ પહેલાં પંચાયત દ્વારા બજાર છેલ્લા રવિવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો તેનો અમલ ચાલુ હતો પરંતુ વેપારીઓ અને ખાસ કરીને શાકભાજીના વેપારીઓને ખાસ્‍સુ નુકશાન થતું હતું તે દરરોજ બજાર ચાલું રાખવાની રજૂઆથ થતી રહેતી હતી તેથી નાનાપોંઢા ગ્રા.પં. દ્વારા જાહેરાત કરાઈ છે કે હવે સળંગ મહિનો બજાર ચાલુ રહેશે.

Related posts

પાલઘરના બાળકની શ્વાસનળીમાં ફસાયેલુ સીતાફળનું બી વલસાડ સિવિલમાં ઓપરેશન કરી બહાર કઢાયુ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું લક્ષદ્વીપના કવરત્તી ખાતે આગમન : અધિકારીઓ સાથે શરૂ થયેલોચર્ચા-વિચારણાનો દોર

vartmanpravah

પારડી અરિહંત ટાઉનશીપ બિલ્‍ડીંગમાંથી મોપેડ ચોરાઈ

vartmanpravah

પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું

vartmanpravah

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

vartmanpravah

નાની દમણના મેલડી માતાજી મંદિરના પટાંગણમાં અગામી શનિવારથી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

vartmanpravah

Leave a Comment