Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વટારમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયે શિવભક્‍તો ઉમટયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
(હર્ષદ દેસાઈ દ્વારા)
વાપી, તા.03
વાપીથી થોડા અંતરે દૂર આવેલા વટાર ગામના જરસીંગ ફળિયામાં કોલક નદીના કિનારે ઉંચાઈ ટેકરી પર આવેલું નયનરમ્‍ય કોટેશ્વર મહાદેવમાં સ્‍વયંભૂ શિવલીંગ ધરાવતું મંદિર શિવભક્‍તો માટે આસ્‍થાનું ધામ બની જવા પામ્‍યું છે. જેના અંતર્ગત શ્રાવણના પ્રથમ સોમવારે આખો દિવસ ગામના તથા આજુબાજુના ગામોમાંથી શિવભક્‍તો મોટી સંખ્‍યામાં ઉમટયા હતા.
સોમવાર શિવનો દિવસ હોવાથી ભગવાન શંકરને રીઝવવા અભિષેક કરી ઓમ નમઃ સિવાય અને ભમભમ બોલેના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની જવા પામ્‍યું હતું. શિવભક્‍તો પોતાની મનોકામના પુરી કરવા ભોળા શિવને બિલીપત્રો, દૂધ, અબીલ, ગુલાલ અને સુખડ – ચંદનનો લેપ કરી જીવનની ધન્‍યતા અનુભવે છે.
શ્રાવણ મહિનો શિવ-મહિમાનો ધાર્મિક અને પવિત્ર માસ હોવાથી હિન્‍દુઓ માટે પુણ્‍યનું ભાથું પ્રાપ્ત કરીને વટારનું શિવમંદિર આસ્‍થાનું પ્રતિક બની જવા પામ્‍યું છે. જ્‍યાં વરસના દર સોમવારે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.
ઉજવણીમાંસત્‍યનારાયણની મહાપૂજામાં વટારના વતની યજમાન તરીકે હાલ લંડન નિવાસી નિર્મળ ઈશ્વરભાઈ પટેલ તથા ધર્મેપત્‍ની ડીંપલ પટેલે ધાર્મિક પદગ્રહણ કર્યું હતું. યજમાન તરફથી મહાપ્રસાદનું આયોજન થવા પામ્‍યું હતું. જે શિવભક્‍તોએ આરોગી શિવ ભગવાનમાં શ્રધ્‍ધા અને વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.
મંદિરનો ઈતિહાસ ભાગીતળ છે. આજથી 80-85 વરસ પૂર્વે મુંબઈના ગોરગોમમાં સ્‍થાયી થયેલા દરજીકુટુંબને સ્‍વપ્‍નામાં શિવલીંગના દર્શન થવા પામ્‍યા હતા. જ્‍યાં પધારીને ‘શિવલીંગ મંદિર’ આજની જણાવેલ પરિસરમાં નવસર્જન થવા પામ્‍યું હતું. આજે પણ દરજીકુટુંબ શિવલીંગની પૂજા અર્ચના કરવા મહાશિવરાત્રીના દિવસે દર વરસે આવે છે.
શંભુ ચરણે પડી, માંગુ ઘડીએ ઘડી
દુઃખ કાપો, દયા કરી દર્શન શિવ આપો,
જણાવેલ પંક્‍તિ શિવજીની આરાધના માટે વાચક શિવભક્‍તો પુણ્‍યનું ભાથું જીવનમાં પ્રાપ્ત કરો એજ શુભેચ્‍છા.

Related posts

સિનિયર સિટીઝન કાઉન્‍સીલ વાપી દ્વારા પદ્મશ્રી ગફુલચાચાનો ઉજવાયેલ જન્‍મ દિવસ

vartmanpravah

સમરોલી સ્‍થિત પૌરાણિક ફુલદેવી માતાના મંદિરનો 26મો પાટોત્‍સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો

vartmanpravah

વલસાડ એન.એચ. કોમર્સ કોલેજમાં પેપર ફૂટવાના આક્ષેપ મામલે વિદ્યાર્થીઓએ કોલેજ માથે લીધી

vartmanpravah

પરખ, NCERT અને PHDCCI દ્વારા ‘‘પ્રોજેક્‍ટ વિદ્યાસાગર” અંતર્ગત સેલવાસમાં બે દિવસીય શિક્ષણ કાર્યશાળા યોજા

vartmanpravah

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ‘વર્લ્‍ડ હીપેટાઈટિસ ડે-2022’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

નિવૃત ખૂખરી યુદ્ધ જહાજ પી-49 પર કર્મચારીઓની મનમાની અને દાદાગીરીને લીધે પર્યટક પરેશાન

vartmanpravah

Leave a Comment