July 11, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણના મેલડી માતાજી મંદિરના પટાંગણમાં અગામી શનિવારથી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

25મી ડિસેમ્‍બરે કળશ શોભાયાત્રા, 27મી ડિસેમ્‍બરે મહાપ્રસાદ અને પૂર્ણાહુતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21
અગામી શનિવાર તા.25મીથી 27મી ડિસેમ્‍બર સુધી નાની દમણના એસ.ટી.બસ સ્‍ટેન્‍ડની સામે આવેલ શ્રી રાજમાન રાજ રાજેશ્વરી મેલડી માતાજી મંદિરના પટાંગણમાં કુળદેવી શ્રી ચામુંડાજી માતા, શ્રી મેલડી માતા તથા શ્રી મહાકાળી માતાજી તથા અન્‍ય દેવી-દેવતાઓનાપ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.
પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના પહેલા દિવસે શનિવાર તા. રપમી ડિસેમ્‍બરે બપોરે 3:00 વાગ્‍યે નગર કળશ યાત્રા, બીજા દિવસે રવિવારે તા 26મી ડિસેમ્‍બરે મહા અભિષેક અને ત્રીજા દિવસ તા.27મી ડિસેમ્‍બર સોમવારના રોજ બપોરે 12:39 કલાકે પ્રતિષ્‍ઠા હોમ, સ્‍થાપિત દેવતા હોમ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તમામ ભાવિક ભક્‍તજનોને ઉપસ્‍થિત રહેવા મંદિરના ટ્રસ્‍ટીઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
આ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના મુખ્‍ય અતિથિ તરીકે દમણના ઉદ્યોગપતિ શ્રીમતી સુલોચનાદેવી અનિલભાઈ અગ્રવાલ અને દાનહ અને દમણ-દીવના રાજકીય નેતા શ્રી વિશાલભાઈ ટંડેલ તથા અતિથિ વિશેષ તરીકે માં મેલડી એક્‍તા ધામ ભિલાડના શ્રી હબીબભાઈ હાલાણી (માડી) ઉપસ્‍થિત રહેશે.

Related posts

ધરમપુરમાં દિવ્‍યાંગ બાળકોને જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના હસ્‍તે કીટ વિતરણ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિની ભીલાડ ખાતે કોર કમિટીની મળેલી બેઠક

vartmanpravah

પારડીના કીકરલા ગામથી છોટા હાથી ટેમ્‍પો ચોરાયો

vartmanpravah

વાપીના સૌથી જુના આર્કિટેક, એન્‍જિનિયર કન્‍સલટન્‍ટ નગીનભાઈ પટેલના અવસાનને લઈ શોકનો માહોલ

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ જિલ્લામાં પશુપાલન ક્ષેત્રે આદિવાસી મહિલા અગ્રેસર

vartmanpravah

Leave a Comment